Gandhinagar : રાજ્યના ફિક્સ પે કર્મચારીઓ (Fixed Pay Employee) માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં (Cabinet meeting) પગાર વધારો કરવાના નિર્ણયને મંજૂરી અપાઇ છે. છેલ્લા ઘણા સમયથી ફિક્સ પે કર્મચારીઓ પગાર વધારાની માગ કરી રહ્યા હતા. અંતે તેમની માગ સંતોષાય તેવું લાગી રહ્યુ છે. રાજ્યના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો થાય તેવી શક્યતા છે.
છેલ્લા ઘણા સમયથી ફિક્સ પે કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યુ હતુ. આ આંદોલનો ઉગ્ર સ્વરુપ પણ ધારણ કરી રહ્યા હતા. જુદી જુદી રીતે તે પોતાની વાત પણ મુકી રહ્યા હતા.સરકાર દ્વારા પણ છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી કે આનો અંત કેવી રીતે લાવવો. આ તમામની વચ્ચે આજે જ્યારે કેબિનેટની બેઠક મળી હતી, તેમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે.
માહિતી મળી છે કે કેબિનેટની બેઠકમાં ફિક્સ પે કર્મચારીઓના વેતન વધારાના મુદ્દા પર ચર્ચા થઇ છે. ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો થાય તેવી શક્યતા છે. છઠ્ઠુ પગાર પંચ લાગુ થયુ ત્યારબાદ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી.ત્યારે હવે આ 30 ટકાનો પગાર વધારો થઇ શકે છે.સાંજે પાંચ કલાકે ગુજરાત સરકારની પ્રેસ કોન્ફરન્સ થઇ શકે છે, જેમાં ફિક્સ પે કર્મચારીઓના પગારમાં વધારાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી શકે છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 12:35 pm, Wed, 18 October 23