AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GANDHINAGAR : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા જૂનમાં યોજાશે ? ધો-10ની પ્રેક્ટિકલ પરીક્ષા બાબતે લેવાયો નિર્ણય

| Updated on: Apr 14, 2021 | 12:39 PM
Share

GANDHINAGAR : ધો. 10 બોર્ડના વિદ્યાર્થીઓની થિયરી પરીક્ષા પાછળ ખસેડવામાં આવી, હવે મુખ્ય પરીક્ષા પૂરી થયાના 3 દિવસમાં સ્કૂલોએ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની રહેશે. પહેલાં 15 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું કહેવાયું હતું

GANDHINAGAR : ધો. 10 બોર્ડના વિદ્યાર્થીઓની થિયરી પરીક્ષા પાછળ ખસેડવામાં આવી, હવે મુખ્ય પરીક્ષા પૂરી થયાના 3 દિવસમાં સ્કૂલોએ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની રહેશે. પહેલાં 15 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું કહેવાયું હતું

દેશભરમાં CORONA વાયરસની બીજી લહેર શરૂ થઈ છે. જેમાં CRONA કેસોમાં અને મૃત્યુદરમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે MAY મહિનામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવાની છે. પરંતુ કેસ વધતાં પરીક્ષા જૂન મહિનામાં યોજાવાની શક્યતા છે. બીજી તરફ, શાળા કક્ષાએ લેવાતા વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા સંદર્ભે પણ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે, જે મુજબ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના ત્રણ દિવસમાં શાળા કક્ષાની આ પરીક્ષા લેવાની રહેશે.

BOARDની પ્રેક્ટિકલ પરીક્ષા પછી થિયરીની પરીક્ષા
CORONAના કેસ વધતાં અત્યારે શાળા-કોલેજમાં 30 APRIL સુધી તમામ શૈક્ષણિક કાર્ય OFFલાઈન બંધ કરવામાં આવ્યા છે. આગામી MAY મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવાની છે. આ વચ્ચે સ્કૂલો દ્વારા એસ.એસ.સી માટે લેવાતી શાળાકક્ષાના વિષયની પ્રેક્ટિકલ પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેરાત કરી છે, જે મુજબ ધો.10 બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયાના 3 દિવસની અંદર પ્રેક્ટિકલ પરીક્ષા સ્કૂલોએ લેવાની રહેશે. આ પહેલાં સ્કૂલોને 15થી 30 એપ્રિલ દરમિયાન શાળા કક્ષાની સૂચના અપાઈ હતી. જોકે CORONAની સ્થિતિની જોતાં એમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.

BOARD EXAMને હવે એક મહિના જેટલો જ સમય બાકી
લાખો વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાના છે. EXAMને હવે એક મહિના જેટલો જ સમય બાકી છે, સામે કેસ પણ સતત વધી રહ્યા છે તો એકસાથે લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા કઈ રીતે લેવી, કેવી વ્યવસ્થા કરવી, CORONA પોઝિટિવ હોય તેવા વિદ્યાર્થીઓને કેવી રીતે પરીક્ષા આપવી તેવા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ વચ્ચે સંકલન થશે. એ બાદ પરીક્ષા જૂન મહિનાના બીજા સપ્તાહ કે એ બાદ પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ 10 અને 12મા ધોરણની પરીક્ષા મોકૂફ રાખીને JUNE મહિનામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

10 MAY થી શરૂ થશે ધો.10 અને 12ની પરીક્ષા
GUJARAT બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આગામી 10મી MAYથી શરૂ થઈ રહી છે. આ પરીક્ષાઓ 25મી MAY સુધી ચાલશે. ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે ધોરણ 10ની EXAM સવારના 10 વાગ્યાથી બપોરના 3:15નો રહેશે.

g clip-path="url(#clip0_868_265)">