GANDHINAGAR : સાળંગપુર હનુમાન મંદિરમાં ભોજનાલય બનાવવા “શ્રી રામ” લખાયેલી 12 લાખ ઇંટો ભેટ અપાશે

|

Dec 29, 2021 | 1:00 PM

2 મહિના પહેલા હનુમાન ભક્ત ભરત પ્રજાપતિ સંતોને મળ્યા અને તેઓએ પ્રસ્તાવ મુક્યો અને બસ ભરત પ્રજાપતિ કે જેઓની ત્રણ પેઢી આ ધંધા સાથે જોડાયેલી છે. તેઓએ આ ભગીરથ કાર્ય તેમના ગાંધીનગર સ્થિત 100 વિધામાં ફેલાયેલા ઈંટોના ભઠ્ઠામાં શરૂ કર્યું.

GANDHINAGAR : સાળંગપુર હનુમાન મંદિરમાં ભોજનાલય બનાવવા શ્રી રામ લખાયેલી 12 લાખ ઇંટો ભેટ અપાશે
શ્રી રામ નામની ઇંટોની ભેટ

Follow us on

GANDHINAGAR : એક યુગ હતો કે જ્યારે દરિયો પાર કરવા માટે પથ્થરો પર શ્રી રામ નામ લખતા પથ્થર તરતા થઈ ગયા હતા. અને શ્રી રામ સહિત વાનર સેનાએ તે પથ્થરો પરથી દરિયો પાર કર્યો. અને બીજો આજનો યુગ છે કે જ્યાં ઈંટ પર શ્રી રામ લખવામાં આવ્યું. શું છે કારણ વાંચો આ અહેવાલમાં

કળયુગમાં હનુમાન દાદા એક સાક્ષાત ભગવાન મનાઈ રહ્યા છે. એટલે સ્વભાવિક છે કે ભક્તો દાદાની સેવા કરે. તેમજ સેવા કાર્યમાં મદદ કરે. આવો જ એક પ્રયાસ ગાંધીનગરમાં રહેતા અને ત્રણ પેઢીથી ઈંટોનો ભઠ્ઠો ધરાવતા ભરત પ્રજાપતિએ કર્યો છે. જેઓ સાળંગપુર હનુમાન દાદા મંદિરમાં ભોજનાલય બનાવવા શ્રી રામ લખેલી 12 લાખ ઇંટો મંદિરને ભેટ આપશે.

તમને જાણીને નવાઇ લાગશે કે આજના યુગમાં કોઈ શા માટે ઈંટ પર શ્રી રામ નામ લખે. પણ આ વાત સાચી છે. આ કાર્ય ગાંધીનગરમાં રહેતા અને ગાંધીનગરમાં ઈંટનો ભઠ્ઠો ધરાવતા ભરત પ્રજાપતિનું છે. ભરત પ્રજાપતિ સારંગપુરના હનુમાન દાદાના પરમ ભક્ત છે. જેઓ દર શનિવારે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવાનું વર્ષોથી ચૂકતા નથી. બસ આ જ તેમની શ્રદ્ધા અને ભક્તિ છે. જેનાથી પ્રેરાઈને અને દાદાની ભક્તિથી તેમને ઘણું મળ્યાના ભાવ સાથે મંદિરના સંતોના કહેવા પર તેમણે આ કાર્ય હાથ ધર્યું. અને નક્કી કર્યું સાળંગપુર હનુમાન મંદિરમાં ભોજનાલયનું પુનઃ નિર્માણ કરવામાં શ્રી રામ લખેલી 12 લાખ ઈંટો ભેટ આપવાનું.

શરૂ થશે દુનિયાનો અંત ! વાંચો 2025 માટે બાબા વૈંગાની કરેલી 10 ડરામણી ભવિષ્યવાણીઓ
Bel Patra Benefits : સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવાના ફાયદા છે ચોંકાવનારા, આ લોકો માટે છે અમૃત સમાન, જાણો
Career : શું તિબેટના લોકો ભારતમાં IAS-IPS બની શકે છે?
જો બિલાડી તમારો રસ્તો કાપે તો શું કરવું? પ્રેમાનંદ મહારાજે ગળે ઉતરે એવી વાત કહી
Paris Eiffel Tower: એફિલ ટાવરની ટોચ પર એક છે સિક્રેટ ROOM, જેમાં કોઈ જઈ શકતું નથી! આખરે એમાં શું છે?
આજનું રાશિફળ તારીખ : 08-01-2025

2 મહિના પહેલા હનુમાન ભક્ત ભરત પ્રજાપતિ સંતોને મળ્યા અને તેઓએ પ્રસ્તાવ મુક્યો અને બસ ભરત પ્રજાપતિ કે જેઓની ત્રણ પેઢી આ ધંધા સાથે જોડાયેલી છે. તેઓએ આ ભગીરથ કાર્ય તેમના ગાંધીનગર સ્થિત 100 વિધામાં ફેલાયેલા ઈંટોના ભઠ્ઠામાં શરૂ કર્યું. ભરત પ્રજાપતિના ભઠ્ઠે હાલમાં દરરોજ 2 લાખ જેટલી ઈંટો 700 જેટલા મજૂરો તૈયાર કરે છે. ભરત પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે 2 મહિનાથી શરૂ કરેલ આ કાર્યમાં તેઓએ હાલ સુધી 3 લાખ જેટલી શ્રી રામ લખેલી ઈંટો તૈયાર કરી દીધી છે. તો આગામી ફેબ્રુઆરી 2022 સુધી 12 લાખ ઈંટો તૈયાર કરી મંદિરને ભેટ આપવાનો સંકલ્પ છે. તો લોકોને પણ આ વાત મળતા તેઓ પણ ભરત પ્રજાપતિના ભઠે શ્રી રામ લખેલી ઈંટો જોવા પહોંચી ધન્યતા અનુભવી રહ્યા છે.

ભરત પ્રજાપતિના આ કામ દરમિયાન કમોસમી વરસાદ પણ વરસ્યો પરંતુ હનુમાન દાદાની કૃપાથી ઈંટોને નુકશાન થયું નહીં તેવું પ્રજાપતિ પરિવાર માની રહ્યો છે. કેમ કે જો વધુ નુકશાન થયું હોય તો તેઓનો સંકલ્પ મોડા પૂરો થયો હોત. એટલું જ નહીં ભરત પ્રજાપતિના પિતા હીરાભાઇ અને તેમના બે પુત્ર એમ ત્રણ પેઢી આ કામમાં જોડાયેલી છે. જે ત્રણે પેઢીને આ અનોખું સેવા કાર્ય કરવા મળતા તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો : Surat: સંરક્ષણ સચિવે સુરતના NCC યુનિટની મુલાકાત લીધી, NCC કેડેટ્સ દ્વારા “ગાર્ડ ઓફ ઓનર” આપવામાં આવ્યુ

 

Published On - 12:59 pm, Wed, 29 December 21

Next Article