રાજ્યમાં ઉદ્યોગોને જમીન આપવાના મુદ્દે સરકારનો સ્વીકાર, બે વર્ષમાં 103 કરોડ 80 લાખ ચોરસ મીટર જમીન અપાઇ

|

Mar 04, 2022 | 12:03 PM

ગુજરાતમાં બે વર્ષમાં 103 કરોડ 80 લાખ ચોરસ મીટર જમીન ભાડે કે વેચાણથી આપવામાં આવી છે. ઉદ્યોગોને સરકારે પ્રતિદિન ૧૪ લાખ ૨૨ હજાર ૦૧૮ ચોરસ મીટર જમીનની લ્‍હાણી કરી.

Gandhinagar : રાજ્યમાં ઉદ્યોગોને ખરાબા અથવા ગૌચરની જમીન આપવા મુદ્દે સરકારે ગૃહમાં મોટી કબૂલાત કરી. ગુજરાતમાં બે વર્ષમાં 103 કરોડ 80 લાખ ચોરસ મીટર જમીન ભાડે કે વેચાણથી આપવામાં આવી છે. ઉદ્યોગોને સરકારે પ્રતિદિન ૧૪ લાખ ૨૨ હજાર ૦૧૮ ચોરસ મીટર જમીનની લ્‍હાણી કરી. કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે કહ્યું કે કચ્છમાં સૌથી વધુ ૯૫ કરોડ ૬૫ લાખ ચોરસ મીટર જમીન ભાડે અથવા વેચાણથી આપવામાં આવી છે. ઉદ્યોગોને જમીન ભાડે કે વેચાણથી આપવા મુદ્દે કોંગ્રેસ સરકાર પર જોરદાર કટાક્ષ કર્યો. કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે ગરીબોને આપવા 50 કે 100 ચોરસ મીટર જમીનના પ્લોટ નથી. અને ઉદ્યોગોને સરકાર જમીનોની લ્હાણી કરી રહી છે.

વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) સુધારા વિધેયક રજૂ થયું છે. આ મુદ્દે  મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સત્રમાં જણાવ્યું કે ” સંજોગો અનુસાર વિધેયકમા ફેરફાર જરૂરી છે.” ” પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને અભિનંદન આપું છું” “આજદીન સુધી ૪૯૯ અરજીઓ થઈ છે” “લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ૯૯ એફઆઈઆર થઈ” “૪૭૮ ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ” ” ૪૮ કેસમાં ચાર્જંશિટ દાખલ કરવામાં આવી” “કાયદાના કારણે ૨૮૬૩ વિઘા સરકારી જમીન ખાલી કરાવાઈ હોવાનું મહેસુલ મંત્રીએ ઉમેર્યું છે.

 

 

આ પણ વાંચો : Together, We are Stronger: લોસ એન્જલસની Cerritos કોલેજે એવો કયો નિર્ણય કર્યો કે જેનો સૌથી મોટો લાભ ભારતીય વિદ્યાર્થીઓને થશે, જાણો શું છે સમગ્ર વિગતો

આ પણ વાંચો : યુક્રેનથી પરત ફરેલા નવસારીના વિદ્યાર્થીની હૈયુ હચમચાવી દે તેવી આપવીતિ, માઇનસ 8 ડિગ્રીમાં 40 કિલોમીટર ચાલીને પોલેન્ડ બોર્ડર પહોંચ્યો

Published On - 11:43 am, Fri, 4 March 22

Next Video