પૂર્વ ધારાસભ્ય માટે જીવવું મુશ્કેલ થઈ પડ્યું, જાણો તેમની સાથે એવું તો શું થયું કે તે મોતને વહાલું કરવા માગે છે

| Edited By: | Updated on: Jan 20, 2022 | 2:02 PM

જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત આત્મહત્યા કરવાની ચિમકી ઉચ્ચારી જમીન પર બેસી ગયા હતા, આ ચીમકી સાંભળતાં જ અધિકારીઓ ત્યાંથી રવાના થઈ ગયા.

ડાંગ (Dang) જિલ્લામાં વઘઈ સાપુતારા માર્ગ પર એક જમીન પર હોટેલનું કામ ચાલી રહ્યું છે. આ હોટેલની માલિકી કોની છે તે જાહેર કરાયું નથી, પણ વન વિભાગના અધિકારીઓ આ જમીન વન વિભાગની હોવાનું કહી હેરાનગતિ કરતા હોવાનો આરોપ લગાવી પૂર્વ ધારાસભ્ય (MLA) મંગળ ગાવિત સ્થળ પર જ આત્મ હત્યા  (suicide) કરવાનું કહી જમીન પર બેસી ગયા હતા. આ જોઇને વન વિભાગના અધિકારીઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા.

વઘઇ (Vaghai) સાપુતારા માર્ગ ઉપર સામગહાન ગામ નજીક હોટેલનું કામ ચાલી રહ્યું છે તે બાબતે વનવિભાગ( Forest Department) ના અધિકારીઓ દ્વારા 2 માસ પૂર્વે દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી. જોકે દંડ ભરી દીધા બાદ પણ વારંવાર સ્થળ ઉપર આવી અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ મંગળ ગાવીતે કરી છે.

જંગલ જમીન ઉપર કબજો કર્યો હોવાનું જણાવી ડાંગ જિલ્લા પશ્ચિમ વનવિભાગ દ્વારા અવારનવાર હેરાનગતિ કરતી હોવાથી ગળે ફાંસો ખાવાની તૈયારી કરી હોવાનું મંગળ ગાવીત (Mangal Gavit) એ જણાવ્યું હતું. તેમણે સ્થળ ઉપર જ ફાંસો ખાવાની વાત કરતાં વનવિભાગના અધિકારીઓ સ્થળ છોડી જતા રહ્યા હતા.

આ પણ વાંચોઃ Surat: પોલીસ કમિશનર અચાનક મુલાકાતીઓને મળવા પહોંચ્યા, જાણો ત્યાર બાદ અધિકારીઓ કઈ રીતે દોડતા થયા?

આ પણ વાંચોઃ Surat : પ્રિકોશનરી ડોઝના 30 હજારના ટાર્ગેટ સામે ફક્ત 5700 લોકોએ જ ડોઝ લીધો