રાજકોટ ભાજપમાં આંતરિક વિવાદ! કાર્યક્રમમાં સ્ટેજ પર વિજય રૂપાણીની હાજરીમાં બની ચોંકાવનારી ઘટના

| Edited By: | Updated on: Nov 16, 2021 | 9:53 AM

Rajkot: રાજકોટ ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર જ એવી ઘટના બની કે સૌ ચોંકી ગયા હતા.

રાજકોટમાં ભાજપના (Rajkot BJP) સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન આંતરિક વિવાદ સામે આવ્યો છે. ગત રાત્રે સ્ટેજ ઉપર જ આંતરિક ખેંચતાણના દ્રશ્યો જોવા મળ્યા. ધારાસભ્ય ગોવિંદ પટેલ (Govind Patel) પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani) પાસે કોઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન સાંસદ રામ મોકરિયા (Ram Mokariya) પણ વચ્ચે આવી પહોંચ્યા હતા.

આ ઘટના બાદ વિજય રૂપાણીએ રામ મોકરિયાને બેસી જવાનો ઈશારો કર્યો હતો. સ્ટેજ પર સર્જાયેલા આવા દ્રશ્યો જોઈને કાર્યકરો પણ ચોંકી ઉઠ્યા હતા. નજરે જોનાર સૌ કોઈ એ ચર્ચા કરી રહ્યું છે કે આખરે નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ હતી. કાર્યક્રમ બાદ જ્યારે આ અંગે ધારાસભ્ય ગોવિંદ પટેલને પૂછવામાં આવતાં તેમણે સમ સલામત હોવાનું રટણ કર્યું હતું. પણ સ્ટેજ પર શું વાતચીત થઈ તે અંગે કોઈ ઉત્તર નહોતો આપ્યો.

તો ઘણા સમયથી આંતરિક જૂથવાદનો વિવાદ ચર્ચામાં છે. રાજકોટ ભાજપમાં સ્નેહમિલનોના કાર્યક્રમો ચાલી રહ્યા છે. થોડા દિવસ પહેલા સ્નેહમિલન કાર્યક્રમની પત્રિકાને લઈને વિવાદ સર્જાયો હતો. પત્રિકામાં સત્તામાં બેઠેલા MP રામ મોકરિયા,સાંસદ મોહન કુંડારિયા અને MLA ગોવિંદ પટેલનું નામ ન હોવાને કારણે મુદ્દો ગરમાયો હતો. અને ભાજપનો આંતરવિગ્રહ સામે આવ્યો છે.

 

આ પણ વાંચો: ભરૂચ ધર્માંતરણ કેસમાં ચોંકાવનારી વિગતો આવી સામે, 100 હિન્દુઓને લાલચ આપી ઇસ્લામ અંગીકાર કરાવ્યાનો આક્ષેપ

આ પણ વાંચો: IND VS NZ, 1st T20I: ભારત vs ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચમાં ઝાકળની ઝંઝટ, જયપુરમાં દુબઇ જેવુ નહી થવાની આશા

Published on: Nov 16, 2021 09:47 AM