
આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ વર્ષે 'વિશ્વ પર્યાવરણ દિવસ'ના રોજ 'ગ્રીન અરવલ્લી પ્રોજેક્ટ'નો પણ શુભારંભ કરવામાં આવ્યો છે.ગુજરાતમાં સામાજિક વનીકરણ ક્ષેત્રે વનકવચ, હરિત વનપથ, પંચવટી ગ્રામ વાટિકા અને અમૃત સરોવરના ફરતે વાવેતરની યોજનાઓ તેમજ પી.પી.પી મોડેલ હેઠળ સદભાવના ટ્રસ્ટ મારફતે પણ કામગીરી કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં રાજ્યના ટ્રી કવરમાં વધુ વધારો થશે.

દેશમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર એટલે કે ગ્રીન કવર કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા હોવું જોઇએ. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, દહેરાદૂન દ્વારા કરીને દર બે વર્ષે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. જે પ્રમાણે દેશમાં કુલ રેકોર્ડેડ ફોરેસ્ટ એરીયા 7,75,377 વર્ગ કિ.મી.છે. જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 23.59 ટકા છે. જ્યારે ફોરેસ્ટ કવર 7,15,342.61 વર્ગ કિ.મી. એટલે કે 21.76 ટકા અને ટ્રી કવર 1,12,014.34 વર્ગ કિ.મી.એટલે 3.41 ટકા છે. આમ દેશનું કુલ ગ્રીન કવર 8, 27, 356.95 વર્ગ કિ.મી.એટલે કે 25.17 ટકા છે. ( તમામ તસવીરો સૌજન્યઃ ગુજરાત માહિતી વિભાગ )
Published On - 3:53 pm, Mon, 7 July 25