હેર કલરને લાંબા સમય સુધી યથાવત રાખવા ફોલો કરો આ ટિપ્સ

|

Sep 18, 2020 | 3:44 PM

આજકાલ યંગસ્ટર્સમાં વાળમાં કલર કરાવવાનો ટ્રેન્ડ પૂરજોશમાં ચાલી રહ્યો છે. મોટાભાગની છોકરીઓ ટ્રેન્ડી લુક માટે વાળમાં કલર કરાવતી હોય છે. ઘણી છોકરીઓ દર મહિને પોતાના હેરમાં નવો કલર ટ્રાય કરતી હોય છે. જો કે આ હેર કલર દેખાવમાં જેટલા સારા લાગે છે તેટલું જ તેનાથી નુકશાન પણ થાય છે. જોકે સૌથી મહત્વની વાત એ છે […]

હેર કલરને લાંબા સમય સુધી યથાવત રાખવા ફોલો કરો આ ટિપ્સ

Follow us on

આજકાલ યંગસ્ટર્સમાં વાળમાં કલર કરાવવાનો ટ્રેન્ડ પૂરજોશમાં ચાલી રહ્યો છે. મોટાભાગની છોકરીઓ ટ્રેન્ડી લુક માટે વાળમાં કલર કરાવતી હોય છે. ઘણી છોકરીઓ દર મહિને પોતાના હેરમાં નવો કલર ટ્રાય કરતી હોય છે. જો કે આ હેર કલર દેખાવમાં જેટલા સારા લાગે છે તેટલું જ તેનાથી નુકશાન પણ થાય છે.

જોકે સૌથી મહત્વની વાત એ છે કે, હેરકલર કરાવ્યા પછી એને સાચવવો અને વાળની સુંદરતા કાયમ રાખવી, જેથી એ મહિનાઓ પછી પણ એવો ને એવો ફ્રેશ અને વાઇબ્રન્ટ દેખાય. ખાસ કરીને તડકામાં વાળમાં કરેલા હેર-કલર અને વાળના ઓરિજિનલ રંગ બન્નેને સાચવવા ખૂબ જરૂરી છે.

ઘણા લોકોની ફરિયાદ હોય છે કે વાળમાં કલર લાંબા સમય સુધી રહેતો નથી. જો કે લાંબા સમય સુધી વાળમાં કલર રાખવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

1).જિમમાં સ્ટીમ અને હોટ ટબ બાથ કલર કરાવ્યા પછી ન લેવું, કારણકે એનાથી પસીનો થાય છે જે વાળનાં રોમછિદ્રોને ખોલી દેશે. એ કલર વહેલો ઊતરી જવામાં કારણભૂત બનશે.
હેર-કલર લગાવતાં પહેલાં તમારા વાળ એ હેર-કલરનાં કેમિકલ્સને સહન કરી શકશે કે નહીં એની ચકાસણી કરો. જો વાળ પહેલેથી જ સનલાઇટથી ડેમેજ અને સૂકા થઈ ગયા હોય તો એના પર કલર લગાવવાથી એ વધારે ડેમેજ થશે. એટલે કલર લગાવતાં પહેલાં વાળને ડેમેજ થવાથી બચાવો.

2).વાળમાં શેમ્પૂ કરીને તરત જ કલર ન કરાવો. જોકે વાળને અઠવાડિયા સુધી ધોયા વગરના રાખીને મેલા વાળમાં કલર કરવાની જરૂર નથી, પણ વાળને 24થી 36 કલાક પહેલાં શેમ્પૂ કરી શકાય. વાળને આટલા કલાક પછી જ કલર કરવાનું કારણ એ છે કે વાળમાં જરૂરી એવા નેચરલ ઓઇલનું જમા થવું જરૂરી છે, જેથી કલર એબ્સોર્બ થવામાં મદદ થાય અને કલર લાંબા સમય સુધી ચાલે.

3).કલરવાળા વાળ પર વાપરવામાં આવતા શેમ્પૂ અને કન્ડિશનર પર પણ ધ્યાન આપો. કલર લગાવ્યા પછી વાળમાં ફરજિયાત કલર્ડ વાળ માટેનું શેમ્પૂ અને કન્ડિશનર જ વાપરો જેથી વાળની સોફ્ટનેસ જળવાઈ રહે.

4).વાળમાં કલર કરાવ્યા પછી સ્વિમિંગ-પૂલમાં જવાનું ટાળો. સ્વિમિંગ-પૂલનું ક્લોરિન યુક્ત પાણી કલરનો શેડ બદલી દેશે, કારણ કે કલરમાં રહેલું અમોનિયા અને પાણીનું ક્લોરિન આ બે કેમિકલ્સ એકસાથે ભળવાથી વાળનો કલર ડેમેજ થશે તેમજ વાળમાં સ્પ્લિટ એન્ડ, વાળ તૂટવા તેમજ બરછટ થવા જેવી તકલીફ થઈ શકે છે.

5).કલર કરાવ્યા પછી બને એટલું તડકાથી બચો. બહાર નીકળતી વખતે વાળને સ્કાર્ફથી કવર કરો. જો તડકામાં વધારે વાર કપડાં સૂકવવામાં આવે તો એ પણ ઝાંખાં પડી જાય છે. એટલે તડકો વાળની શું હાલત કરશે એ તો વિચારવું જ રહ્યું. બીજો ઉપાય એ છે કે વાળને ડીપ કન્ડિશનિંગ કરો જેથી વાળને તડકાની આડઅસર ન થાય.

–1 ચમચી એપ્પલ વિનેગારમાં અડધો કપ પાણી મિક્સ કરીને વાળમાં એપ્લાય કરો. આમ કરવાથી તમારા વાળમાં લગાવેલો કલર વધારે ડાર્ક થઇ જશે.
–વાળને ગરમ પાણીથી કોઇ દિવસ ધોશો નહીં. ગરમ પાણીના કારણે વાળનો કલર લાંબા સમય સુધી ટકતો નથી અને વાળ તૂટવાની સમસ્યા વધવા લાગે છે.

આ પણ વાંચોઃસુરતમાં પાટીદાર આગેવાને કરેલ આપઘાત કેસમાં, રાદેરના પીઆઈ સહીત ચાર પોલીસ કર્મી સસ્પેન્ડ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:59 pm, Mon, 14 September 20

Next Article