આ ફટાકડાં ખાઇ પણ શકાય છે !!! જુઓ જામનગરમાં તૈયાર થયા આ ફટાકડાં

|

Nov 03, 2021 | 4:13 PM

ખાવા માટેના ફટાકડા દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી. ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. કોઈ મીઠાઈની દુકાનમાં આવે અને જોઈ તો લાગે મીઠાઈની સાથે ફટાકડા પણ. પરંતુ જયારે આ ફટાકડાને નજીકથી જોવામાં આવે કે તેના પર રેપર ખોલવામાં આવે તો માલુમ પડે આ આકાર ફટાકડાના છે.

દિવાળીના તહેવારમાં ફટાકડાની માંગ વધુ રહેતી હોય છે. અને સાથે લોકો એકબીજાને શુભેચ્છા પાઠવવા માટે ચોકલેટ આપતા હોય છે. જામનગરમાં ખાસ દિવાળી પર ફટાકડાના આકારમાં ચોકલેટ તૈયાર કરવામાં આવી છે. જે દેખાવે ફટાકડા લાગે પરંતુ તે ફોડવા માટે નહી પર ખાવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. પ્રથમ નજરે જોઈએ તો લાગે કે ફટાકડા છે. ફટાકડા તો છે. પરંતુ ફોડવાના માટેના નહિ પરંતુ ખાવા માટેના. આશ્ચય લાગે તેવી વાત છે કે ફટાકડા કદી ખાઈ શકાતા હશે. જીહા, ફટાકડા તો ખાય ન શકાય પરંતુ આ દેખાતા ફટાકડા ખાસ ખાવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. દિવાળીના પર્વ પર લોકો એક બીજાને શુભેચ્છા પાઠવવા માટે ચોકલેટ, મીઠાઈ, ડાયફુટ કે ગીફટ આપતા હોય છે. ચોકલેટ બાળકો અને યુવાનોને વધુ પસંદ હોય છે. સાથે બાળકોને ફટાકડા પણ પસંદ હોય છે. તેથી ફટાકડાના આકારમાં ચોકલેટ તૈયાર કરવામાં આવી છે. જેમાં રોકેટ, જમીનચક્રર, ચોકલેટ બોમ, કોઠી સહીતના ફટાકડાના આકારમાં ચોલકેટ તૈયાર કરાઈ છે.

ખાવા માટેના ફટાકડા દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી. ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. કોઈ મીઠાઈની દુકાનમાં આવે અને જોઈ તો લાગે મીઠાઈની સાથે ફટાકડા પણ. પરંતુ જયારે આ ફટાકડાને નજીકથી જોવામાં આવે કે તેના પર રેપર ખોલવામાં આવે તો માલુમ પડે આ આકાર ફટાકડાના છે. પરંતુ અંદર તો ચોકલેટ છે. દિવાળીના સમયે ફટાકડાનો આકારમાં બનાવેલી વાનગી દેખાવામાં તો પસંદ પડે છે. સાથે ચોકલેટનો સ્વાદ તો દરેકને પસંદ આવે છે. અનેક વાનગી વચ્ચે અનોખી વાનગી દરેકને આકર્ષી રહ્યાં છે.

દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાની મજા તો સૌ કોઈ માણતા હોય છે પરંતુ તમને બતાવી દઈએ એવા ફટાકડા જે ખાઈ શકાશે. જીહા, જામનગરમાં ખાસ દિવાળી પર ફટાકડાના આકારમાં ચોકલેટ તૈયાર કરવામાં આવી છે. જે દેખાવે ફટાકડા લાગે પરંતુ તે ફોડવા માટે નહી પર ખાવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. તો ગ્રાહકોમાં પણ આવા ફટાકડાને પગલે ઉત્સુકતા વધી છે.

 

Published On - 3:16 pm, Wed, 3 November 21

Next Video