વાપી ઉદ્યોગનગરના સેકન્ડ ફેઝમાં આવેલા એક ગોડાઉનના ખાલી પ્લોટમાં આજે અચાનક આગ ભભુકી ઉઠી હતી.આગ લાગ્તાજ દોડધામ મચી ગઈ હતી અને ૩ ફાયર ફાઈટરો ઘટના સ્થળે ધસી આવ્યા હતા
ગોડાઉનમાં કચરો અને ઝાડીમાં આ આગ લાગી હતી અને પળભરમાજ આગમાં બધુજ બળીને ખાખ થઇ ગયું હતું. જોકે ફાયરની ટીમે તાત્કાલિક આગ ઉપર કાબુમાં મેળવવાના પ્રયાસો શરુ કર્યા હતા અને દોઢ થી બે કલાક ની જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો
આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. તેમજ આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
[yop_poll id=1445]