Rajkot: ટાગોર રોડ પર કારના શોરૂમમાં આગ, ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

Rajkot: ટાગોર રોડ પર કારના શોરૂમમાં આગ, ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

| Edited By: | Updated on: Nov 15, 2021 | 7:37 AM

રાજકોટના ટાગોર રોડ પર વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી. કારના શોરૂમમાં આગ લાગતા ચકચાર મચી જવા પામ્યો હતો.

Rajkot: શહેરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટના ટાગોર રોડ પર કારના શોરૂમમાં આગ લાગતા ચકચાર મચી જવા પામ્યો હતો. તો ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. આ શોરૂમમાં આગ કેમ લાગી તેનું કારણ હજુ અકબંધ. જો કે સારી વાત એ છે કે સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.

તો શોરૂમમાં ઘણી કાર પડી હતી. જો કે ડિસ્પ્લેમાં 3 કાર હતી. આ કારને પણ નુકસાન ન થતા રાહત થઇ હતી. માત્ર શોરૂમના એલીવેશનમાં જ આગ લાગી હતી. અને એલીવેશનને જ ઘણું નુકસાન પહોંચ્યાની માહિતી બહાર આવી છે.

તો તમને જણાવી દઈએ કે આવી જ આગ અમદાવાદમાં પણ ગઈકાલે લાગી હતી. અમદાવાદના મેઘાણીનગર મીના બજારમાં આવેલા મોબાઇલ ટાવરમાં આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી. સાયોના પ્લાઝાના ફ્લેટ પર ચોથા માળે આગ લાગી હતી. તો ધાબા પર લગાવવામાં આવેલ મોબાઇલ ટાવરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.

 

આ પણ વાંચો: Petrol Diesel Price Today: રાહતના સમાચાર, આજે પણ મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો પેટ્રોલ – ડીઝલના ભાવ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 15 નવેમ્બર: અનુભવી લોકોનો સહયોગ તમારી કાર્યક્ષમતા અને વ્યક્તિત્વમાં વધારો કરશે, ધાર્મિક કાર્યોમાં સમય થશે પસાર

Published on: Nov 15, 2021 07:30 AM