Breaking News : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ, માનસિક તણાવમાં પગલુ ભર્યુ હોવાનું અનુમાન

|

Mar 23, 2023 | 6:12 PM

સુરત (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ થઇ રહ્યો છે. મહિલા તબીબે માનસિક તણાવમાં આ પગલુ ભર્યુ હોવાનું અનુમાન છે.

Breaking News : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ, માનસિક તણાવમાં પગલુ ભર્યુ હોવાનું અનુમાન

Follow us on

સુરતમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ થઇ રહ્યો છે. મહિલા તબીબે માનસિક તણાવમાં આ પગલુ ભર્યુ હોવાનું અનુમાન છે. 26 વર્ષીય તબીબએ દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. મહિલા તબીબને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ અકબંધ

સુરત નવી સિવિલ હોસ્પિટલની મહિલા તબીબે કરેલા આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. મહિલા તબીબ મૂળ બનાસકાંઠાના વતની હોવાનું સામે આવ્યુ છે. મહિલાના આપઘાતનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ માનસિક તણાવમાં મહિલા તબીબે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

ઘટનાને પગલે રેસીડેન્સ ડોક્ટર્સમાં ભાગદોડ

મૂળ બનાસકાંઠાના વતની સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ તબીબી તરીકે ફરજ બજાવતા પવનબેન ચૌધરીએ આજરોજ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને લઈ રેસીડેન્સ ડોક્ટરોમાં ભાગદોડ મચી ગઈ હતી. તબીબી પવન ચૌધરીને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. પવન ચૌધરી માનસિક તણાવમાં રહેતી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પોલીસ તપાસ બાદ આપઘાતનું સાચુ કારણ બહાર આવી શકે

માનસિક તણાવમાં દવા પી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ તો મહિલા તબીબને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના ICUમાં ખસેડાઈ છે. ઘટનાની જાણ થતા જ સુરત પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને  સમગ્ર મામલે તપાસ શરુ કરી ગતી. હવે  મહિલા તબીબે કયા કારણોસર આપઘાત નો પ્રયાસ કર્યો છે પોલીસ તપાસ બાદ બહાર આવશે.

સુરતમાં વધુ એક આપઘાતના પ્રયાસની ઘટના

બીજી તરફ સુરતમાં વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા હિંમત વડાલીયાએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હિંમત વડાલીયાએ આક્ષેપ કર્યા હતા કે એક યુવક પાસેથી વ્યાજે લીધેલા નાણાંના કારણે પઠાણી ઉઘરાણીના ફોન આવતા હોવાથી પરેશાન થઈ આપઘાત કરવા ફીનાઇલ પી લીધુ હતુ. હાલમાં હિંમત ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Published On - 4:03 pm, Thu, 23 March 23

Next Article