ખેડૂતોની ચીમકી : 70,000 હેકટરમાં કપાસના પાકને થયેલા નુક્શાનનું વળતર ચૂકવો અથવા કિસાનોની લડતનો સામનો કરવા તૈયાર રહો,જાણો શું છે મામલો

ભરૂચ જિલ્લાના 4 તાલુકા સાથે વડોદરામાં પણ ખેતી અને વૃક્ષોને અસર થઈ હોવાના આક્ષેપ સાથે હાનિકારક રસાયણોનો સ્ત્રોત શોધી કાઢી આવા ઉદ્યોગો બંધ કરવા માંગણી કરાઈ છે.કૃષિ મંત્રાલય અને રાસાયણિક વૈજ્ઞાનિકોની ટીમને ભરૂચમાં મોકલી તાત્કાલિક તપાસ કરાવવા વડાપ્રધાનને પાઠવેલ પત્રમાં વિનંતી કરી છે.

સમાચાર સાંભળો
ખેડૂતોની ચીમકી : 70,000 હેકટરમાં કપાસના પાકને થયેલા નુક્શાનનું વળતર ચૂકવો અથવા કિસાનોની લડતનો સામનો કરવા તૈયાર રહો,જાણો શું છે મામલો
Farmers have demanded compensation for losses incurred in the cultivation of caps
| Edited By: | Updated on: Aug 10, 2021 | 8:00 AM

ભરૂચ જિલ્લામાં 70,000 હેકટરમાં રાસાયણિક પ્રદૂષણના કારણે કપાસ સહિતના પાક નષ્ટ થતા ખેડૂતોને હેકટર દીઠ ₹1 લાખ વળતર ચૂકવવા ખેડૂત સમાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવ્યો છે. જો 5 દિવસની અંદર સરકારી આદેશો સાથે કાર્યવાહી નહિ કરાઈ તો ગુજરાત ખેડૂત સમાજ કાયદા મુજબ કાનૂની કાર્યવાહી કરશે તેવી ચમકી પણ ઉચ્ચારાઈ છે.

કોટન હબ ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ખેતી ઉપર રાસાયણિક પ્રદુષણની અસરના કારણે કપાસ સહિતનો પાક નષ્ટ થતા 4 તાલુકાના ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યાં છે. મામલે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, પર્યાવરણ વાદી એમ.એચ.શેખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખેડૂતોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત ખેડૂત સમાજે ભરૂચ જિલ્લામાં 70,000 હેકટરમાં ઔદ્યોગિક પ્રદૂષણને કારણે કૃષિ પાકોને નુકશાન સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજુઆત કરી છે.

ભરૂચ જિલ્લાના 4 તાલુકા સાથે વડોદરામાં પણ ખેતી અને વૃક્ષોને અસર થઈ હોવાના આક્ષેપ સાથે હાનિકારક રસાયણોનો સ્ત્રોત શોધી કાઢી આવા ઉદ્યોગો બંધ કરવા માંગણી કરાઈ છે.કૃષિ મંત્રાલય અને રાસાયણિક વૈજ્ઞાનિકોની ટીમને ભરૂચમાં મોકલી તાત્કાલિક તપાસ કરાવવા વડાપ્રધાનને પાઠવેલ પત્રમાં વિનંતી કરી છે.

વાગરા, આમોદ, ભરૂચ, જંબુસર અને કરજણ તાલુકાઓમાં તાત્કાલિક જિલ્લા કલેકટર દ્વારા પાક નુકશાની આકારણી કરાવવા આદેશ કરાય તેવી સુરમાં માંગ કરાઈ હતી.ખેડૂતોને વચગાળાના વળતર રૂપે હેકટર દીઠ ₹1 લાખ આપવા પણ માંગ કરવામાં આવી છે.

થોડી દિવસ અગાઉ ખેડૂતોએ કપાસના નુકશાની ગ્રસ્ત છોડ સાથે કલેકટર કચેરીએ પોહચી તપાસ અને વળતર માટે આવેદનપત્ર આપ્યું હતું. બાદમાં બેઠકોના દોર વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ પણ પ્રદૂષણથી પાકનો મુદ્દો ઉઠાવી કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખ્યા બાદ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પણ પોતાના મત વિસ્તારમાં અસરગ્રસ્ત ખેડૂતોની સમસ્યાને વાચા આપવા આગળ આવ્યા હતા. સામે કોંગ્રેસ પણ ખેડૂતોની વ્હારે આવ્યું હતું અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભરૂચમાં ખેડૂતો સાથે બેઠક યોજી નુકશાનીનો ચિતાર મેળવી રાજ્ય સરકાર પાક નુકશાની અંગે તપાસ કરી વળતર ચૂકવે તે માટે અવાજ ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો : Neeraj Chopra : જો તમારું નામ નીરજ છે તો અહીં પહોંચી જાઓ, તમને ફ્રી માં સ્ટાઇલિશ હેરકટ કરી આપવામાં આવશે

આ પણ વાંચો : IPO : આજે આ બે કંપનીઓના IPO સબ્સ્ક્રિપશન માટે ખુલ્યા , રોકાણ પહેલા કંપની વિશે વિગતવાર