Junagadh: ભારે વરસાદથી ઘેડના ખેતરો બન્યા નદી સમા, જગતના તાતે સર્વે કરીને સહાય આપવાની સરકારને માંગ
ઘેડ પંથકની તસવીરોમાં ભયાનક દ્રશ્ય જોવા મળે છે. જેમાં ચારેતરફ જળબંબાકારની પરિસ્થિતિ છે.ખેતરોમાં પાણી ભરાતા પારાવાર નુકસાની છે. આવી સ્થિતિમાં ખેડૂતોએ સર્વે કરીને સહાય આપવાની સરકારને માંગ કરી છે.
બારે મેઘ ખાંગા થયા હોય તેવા વરસાદ બાદ ઘેડ પંથકમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ઊંઘી રકાબી જેવા ઘેડ પંથકમાં ભારે વરસાદ બાદ આવી જ સ્થિતિનું દર વખતે નિર્માણ થાય છે. જો કે સમસ્યાના નિરાકરણ માટે વારંવાર રજૂઆતો તો થઈ છે. પણ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
ઘેડ પંથકની તસવીરોમાં ભયાનક દ્રશ્ય જોવા મળે છે. જેમાં ચારેતરફ જળબંબાકારની પરિસ્થિતિ છે. રસ્તામાં પાણી ભરાયેલા છે. તેમજ ખેતરોમાં પણ પાણી ભરાતા પારાવાર નુકસાની છે. આવી સ્થિતિમાં ભારે પાણીમાં નદીકાંઠો શોધ્યો જડે એમ નથી.
જો કે, દરવર્ષે ઘેડ વિસ્તારના ગામોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે ત્યારે ખેડૂતો નદીમાં પૂર આવતું અટકાવવા સરકાર પાસે આ પહેલા પણ અનેક રજૂઆત કરી ચૂક્યા છે. બીજી તરફ ખેડૂતો એવી માંગ પણ કરી રહ્યા છે કે, સરકાર ઘેડ વિસ્તારમાં સર્વે કરી ખેડૂતોને થયેલા નુકાસન પેટે સહાય ચૂકવે જેથી ખેડૂતો આ પ્રકોપમાંથી બહાર નીકળી શકે.
જૂનાગઢ પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે. પણ હજુ ઘેડ પંથકના ગામો વરસાદી પાણીમાં તરબોળ છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા પાકને પહોંચ્યું નુકશાન થયું છે. કેશોદ, માણાવદર અને માંગરોળ તાલુકાના ગામોમાં પાણી ભરાયા છે, આ કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. કેશોદના બાલાગામ પંચાળાનો સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. ખેડૂતોના ખેતરો નદી સમા લાગી રહ્યા છે ત્યારે હજી પણ 2 દિવસ સુધી અહીં પૂર જેવી સ્થિતિ રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: JAMNAGAR : અતિભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસર્યા, ઠેરઠેર નજરે ચડયા તારાજીના દ્રશ્યો