Rajkot: ભાયાવદર ભાજપના આગેવાનો પહોંચ્યા ઉપલેટા મામલતદાર ઓફિસ, ભારે વરસાદને લઈને કરી આ માંગ

|

Sep 17, 2021 | 6:03 PM

Rajkot: ભારે વરસાદને કારણે ખેતીમાં નુક્સાન થયું છે. આ બાબતને લઈને ભાયાવદરના ભાજપના આગેવાનોએ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપ્યો. જેમાં ખેતરોમાં થયેલા નુક્સાનનો તાત્કાલિક સર્વે કરાવી જરૂરી સહાય આપવાની માંગ કરવામાં આવી છે.

ગુજરાત(Gujarat) માં સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના (Heavy Rain) પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં રાજકોટ (Rajkot)  જિલ્લામાં ભારે અસર જોવા મળી રહી છે. જિલ્લાના ઘણા વિસ્તારો પાણીમાં ઘરકાવ થઇ ગયા છે. તો ખેતર બેટ સમા લાગી રહ્યા છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીના ડૂબી ગયા અને પાકને પણ નુકશાન થયું છે. જેમાં રાજકોટના ઉપલેટામાં ખેતરોમાં પૂરનાં પાણી ઘૂસી જતાં પાકનું ધોવાણ થયું છે.

આ બાબતને લઈને ભાયાવદરના ભાજપના આગેવાનોએ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપ્યો. આ આવેદન પત્ર દ્વારા ખેતરોમાં થયેલા નુક્સાનનો તાત્કાલિક સર્વે કરાવી જરૂરી સહાય આપવાની માંગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદર પંથકમાં ભારે વરસાદને કારણે ખેતીમાં નુક્સાન થયું છે. આ ધોધમાર વરસાદને લીધે કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાકને નુક્સાન પહોંચ્યાના અહેવાલ છે. આ કારણે અનેક વિસ્તારોમાં સર્વે કરીને રાહત આપવાની માંગ પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદના પગલે NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. ભારે વરસાદને કારણે તમામ નદી નાળાઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઇ હતી અને અનેક ગામોમાં વરસાદી પાણી ઘુસ્યા હતા. જ્યારે ઉપલેટા તાલુકાના ગઢાળા ગામ તરફ જતો મોજ નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. આ તાલુકાના અનેક ગામડાઓમાં ખુબ અસર જોવા મળી રહી છે.

 

 

આ પણ વાંચો: RAJKOT : મહેસુલ ખાતામાં ભ્રષ્ટાચાર અંગે નવા મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો: વડનગરથી લઇને દિલ્હી સુધીની સફર, રાજકોટમાં યોજાયું નરેન્દ્ર મોદીની જીવન યાત્રાનું પ્રદર્શન

Next Video