પોલીસના સકંજામાં નકલી પત્રકારો: બોગસ પત્રકાર બનીને લોકો પાસેથી કરતા હતા રૂપિયાનો તોડ

|

Dec 27, 2019 | 6:05 PM

પોલીસના સકંજામાં નકલી પત્રકારો આવી ગયા છે. બોગસ પત્રકાર બનીને લોકો પાસેથી પૈસાનો તોડ કરતા 3 શખ્સોની અમદાવાદની વાસણા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સંદીપ જૈન, નિલેશ ચુડાસમા અને જતીન નાથવાણીની ધરપકડ કરી છે. વાસણા પોલીસે ખાનગી વેબ ચેનલના પત્રકારોને એક ફરિયાદના આધારે ઝડપી પાડ્યા છે. વોઇઝ ન્યુઝ ચેનલ નામથી વેબ ચેનલ ચલાવતા પાંચ લોકોએ […]

પોલીસના સકંજામાં નકલી પત્રકારો: બોગસ પત્રકાર બનીને લોકો પાસેથી કરતા હતા રૂપિયાનો તોડ

Follow us on

પોલીસના સકંજામાં નકલી પત્રકારો આવી ગયા છે. બોગસ પત્રકાર બનીને લોકો પાસેથી પૈસાનો તોડ કરતા 3 શખ્સોની અમદાવાદની વાસણા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સંદીપ જૈન, નિલેશ ચુડાસમા અને જતીન નાથવાણીની ધરપકડ કરી છે. વાસણા પોલીસે ખાનગી વેબ ચેનલના પત્રકારોને એક ફરિયાદના આધારે ઝડપી પાડ્યા છે. વોઇઝ ન્યુઝ ચેનલ નામથી વેબ ચેનલ ચલાવતા પાંચ લોકોએ મેડિકલ સ્ટોરના માલિકનું સ્ટિંગ ઓપરેશન કરીને પૈસા પડાવવાનો કારસો રચ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

આ પણ વાંચોઃ 31 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યા સુધી જ પાર્ટી કરી શકાશે, સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બે મહિલા સહિત પાંચ લોકોએ વાસણા પાસેની લક્ષ્મી મેડિકલ સ્ટોરના માલિક પાસે 10 લાખ માગ્યા હતા. ફરિયાદીનું કહેવું છે કે વેબ ચેનલમાંથી આવેલી એક મહિલાએ પ્રેગ્નન્સી માટેની દવા માંગી હતી અને તેનો વીડીયો બનાવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીને પોતાની ઓફિસમાં બોલાવીને ધમકી આપી હતી. અને રૂપિયાની માંગણી કરી હતી. જેને લઈ ફરિયાદીએ વાસણા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસને આરોપીઓનું એડ્રેસ આપ્યું હતું. જેને આધારે પોલીસે કાર્યવાહી કરતાં 3 આરોપીની ધરપકડ કરી છે અને બે મહિલા આરોપીની શોધખોળ ચાલું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article