જયરાજસિંહ પરમારનું કોંગ્રેસને બાય બાય, સી.આર.પાટીલની હાજરીમાં ધારણ કરશે કેસરિયો

|

Feb 22, 2022 | 8:30 AM

કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પૂર્વે બે પાનાનો પત્ર પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં પોતાનો બળાપો ઠાલવ્યો હતો .

જયરાજસિંહ પરમારનું કોંગ્રેસને બાય બાય, સી.આર.પાટીલની હાજરીમાં ધારણ કરશે કેસરિયો
Jayrajsinh Parmar (File Image)

Follow us on

કોંગ્રેસ(Congress)ના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર (Jayrajsinh Parmar) આખરે કેસરિયા કરવા જઈ રહ્યા છે. આજે જયરાજસિંહ ગાંધીનગરમાં કમલમ ખાતે વિધિવત રીતે સવારે 11 વાગ્યે ભાજપ (BJP)નો ખેસ ધારણ કરશે. જયરાજસિંહ પરમારે આ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. આજે જયરાજસિંહ સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં સામેલ થશે.

જયરાજસિંહ પરમારે કૉંગ્રેસની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈને પક્ષ છોડી દીધો હતો. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો કર્યા બાદ ટિકિટ ન આપતાં જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

જો કે જયરાજસિંહ પરમારે એવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ભાજપમાં કોઈ અપેક્ષા સાથે નથી જોડાઈ રહ્યા. તેમણે કહ્યું હતું કે તેઓ નેતા થવા આવ્યા છે પણ ધારાસભ્ય કે સાંસદ થવાની આશાએ નથી આવ્યા.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ટ્વિટ કરીને આપી હતી જાણકારી

થોડા દિવસ પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું મૂકી દેનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશ પ્રવક્તા જયરાજ સિંહ પરમાર ભાજપ (BJP) માં જોડાશે તેવી અટકળો અને ચર્ચાઓ ચાલતી હતી અને જયરાજસિંહ પણ આ બાબતે કોઇ ફોડ પાડવા તૈયાર નહોતા પણ બે દિવસ પહેલા ખુદ જયરાજસિંહે જ ટ્વિટ કરીને પોતે મંગળવારે ભાજપમાં જોડાવાના હોવાની જાહેરાત કરી દીધી છે. તેમણે લખ્યું છે કે મંગળવારના રોજ સવારે 11 .00 કલાકે કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પૂર્વે બે પાનાનો પત્ર પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં પોતાનો બળાપો ઠાલવ્યો હતો.

જયરાજસિંહ પરમાર ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો મુખ્ય ચહેરો ગણાતા હતા, પણ ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા ક્ષત્રિય મત પોતાના પક્ષે કરવા માટે જયરાજસિંહને પોતાના પક્ષમાં ખેચ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો-

Ahmedabad: ઔડાનું વર્ષ 2022-23 અંદાજપત્ર રજૂ , ઔડા કમિશનર લોચન શહેરાએ રુ. 1210.73 કરોડનુ બજેટ રજુ કર્યુ

આ પણ વાંચો-

Rajkot : પોલીસ તોડકાંડ-ફરિયાદી સખિયાબંધુને ગૃહ વિભાગે કર્યો ફોન કહ્યું, ધક્કો ન ખાતા ધાર્યુ પરિણામ આપીશું

Next Article