સુરેન્દ્રનગરનો ખખડધજ એસ.ટી. ડેપો: બેસવા નથી બાંકડા, નથી પીવા પાણી, જાણો સમગ્ર વિગત

સુરેન્દ્રનગરનો ખખડધજ એસ.ટી. ડેપો: બેસવા નથી બાંકડા, નથી પીવા પાણી, જાણો સમગ્ર વિગત

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 6:29 AM

સુરેન્દ્રનગરનું જૂનું બસ સ્ટેન્ડ પાડી નવું આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા માટે હોશે હોશે ખાત મુર્હૂત પણ કરી નાખ્યું હતું. પરંતુ સત સાત વર્ષથી મંદગતિના કામથી લોકો પરેશાન છે.

સુરેન્દ્રનગર જીલ્લા મલકનું શહેર છે અને સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેશન માંથી રોજ હજારો મુસાફરો આવક જાવક કરે છે પરંતુ છેલ્લા દશ વર્ષથી એસ.ટી. બસ સ્ટેશનનું બાંધકામ ચાલે છે, જેથી મુસાફરો હાલાકી ભોગવી રહયા છે. હાલ હંગામી બસ સ્ટેશન બનાવેલ છે. પરંતુ તેમાં કોઇ સુવિધાઓ નથી. અહીં પાણીની પરબ બંધ છે, પંખા બંધ છે, યોગ્ય રીતે બસ ઉભી રાખવા કોઈ જગ્યા નથી જેથી મુસાફરો એ તાત્કાલિક બસ સ્ટેશનનું કામ પુરૂ કરવા માંગ કરી છે.

તો ધૂળ ખાતુ સુરેન્દ્રનગરનું ધુળિયું બસ સ્ટેન્ડ હાલ ખરાબ હાલતમાં જોવા મળે છે. બસ સ્ટેન્ડની અંદર પ્રવેશ કરો એટલે ધૂળની ડમરીઓથી તમારું સ્વાગત થાય. સ્થિતિ એટલી ખરાબ કે બસ સ્ટેન્ડની અંદર રોડ જ બન્યા નથી. તો હંગામી બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે કોઈ સુવિધા જ નથી. ત્યારે મુસાફરો માટે પતરાના સેડ તો નાખ્યા છે પણ મુસાફરોને બેસવા માટે બાકડા નથી. તો પંખા તો છે પણ તે ચાલુ અવસ્થામાં નથી. પીવાના પાણીની પરબ તો છે પણ પીવા લાયક પાણી નથી. અને બીજી તરફ સફાઈના અભાવે શૌચાલયમાં ગંદકી છે.

જ્યારે સુરેન્દ્રનગરનું જૂનું બસ સ્ટેન્ડ પાડી નવું આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા માટે હોશે હોશે ખાત મુર્હૂત પણ કરી નાખ્યું હતું. ત્યારે લોકો ખુશ હતા કે સારી સુવિધા મળશે. પરંતુ છેલ્લા સાત વર્ષથી નવા બસ સ્ટેન્ડના કાચબાની ગતિએ ચાલતા કામના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. સુવિધાના નામે તો ઝીરો છે. રાત્રે તો બસ સ્ટેન્ડ ડરામણું બની જાય છે. બસ સ્ટેન્ડમાં લાઈટની પણ સુવિધા ન હોવાથી મુસાફરો રાત્રે રોકાતા ડરે છે.

 

આ પણ વાંચો: સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : બન્ને કુખ્યાત આરોપીઓના મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઇનકાર, જાણો શું કહ્યું

આ પણ વાંચો: સુરેન્દ્રનગર એન્કાઉન્ટર અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

g clip-path="url(#clip0_868_265)">