ગુજરાતમાં રાજકોટ-અમદાવાદ ડિવિઝન વચ્ચે રેલ્વે લાઇનની વિદ્યુતીકરણની કામગીરી પૂરજોશમાં

|

Nov 14, 2021 | 6:36 PM

અમદાવાદ રાજકોટ રેલ્વે ડિવિઝનના 58 કિલોમીટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે તેમાંથી સુરેન્દ્રનગરથી મૂળી સુધીના 22 કિલોમીટર અને વિરમગામથી જતપીપલી સુધીના 36 કિલોમીટરનું વિદ્યુતીકરણ થયું છે.

ગુજરાતમાં રાજકોટ-અમદાવાદ ડિવિઝન વચ્ચે રેલ્વે લાઇનની વિદ્યુતીકરણની કામગીરી પૂરજોશમાં
Electrification work of railway line between Rajkot Ahmedabad division in Gujarat in full swing

Follow us on

ગુજરાતમાં(Gujarat)રાજકોટ(Rajkot)અને અમદાવાદ(Ahmedabad)ડિવિઝન વચ્ચે રેલ્વે લાઇનના વિદ્યુતીકરણની (Electrification)કામગીરી ચાલી રહી છે. જેમાં મહેસાણાથી (Mehsana)વિરમગામ અને સામખીયાળી (Samkhaliya)સેકશન સુધી રેલ્વે વિદ્યુતીકરણની કામગીરી ચાલી રહી છે. હાલમાં શુક્રવારે રાજકોટ અને અમદાવાદ ડિવિઝનના 58 કિ.મી.નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

શુક્રવારે પશ્ચિમ વર્તુળના ચીફ સેફ્ટી કમિશનર આર.કે. શર્માએ આ રેલવે વિદ્યુતીકરણ માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે મુખ્ય પ્રોજેક્ટ ડાયરેક્ટર અભય ચૌધરી, અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર તરુણ કુમાર જૈન અને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન ઉપરાંત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જે 58 કિલોમીટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે તેમાંથી સુરેન્દ્રનગરથી મૂળી સુધીના 22 કિલોમીટર અને વિરમગામથી જતપીપલી સુધીના 36 કિલોમીટરનું વિદ્યુતીકરણ થયું છે.

આ ફાયદાઓ હશે
કચ્છના પેસેન્જર અને માલવાહક વાહનવ્યવહારને જોડતી રેલ્વે માટેની મુખ્ય સુવિધા ઉભી થશે. જેમાં કંડલા બંદર, મુન્દ્રા બંદર, તુના બંદરો અને અન્ય કાર્ગો લોડિંગ સાઇટ્સનો માર્ગ છે. રેલ્વે વિદ્યુતીકરણ નિયમિત ટ્રેનોના સંચાલનને વેગ આપશે. બીજી તરફ, રેલ ઇલેક્ટ્રિફિકેશનથી ઇંધણના ખર્ચમાં ઘટાડો થશે અને પ્રદુષણ ઘટશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલ્વે પર 100% વિદ્યુતીકરણના રાષ્ટ્રના મિશન અંતર્ગત પશ્ચિમ રેલ્વેએ નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન સૌથી વધુ 664 રેલ્વે કિલોમીટરનું વિદ્યુતીકરણ હાંસલ કર્યું છે.

જેમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ -પાલનપુર, અમદાવાદ – વિરમગામ, વિરમગામ – મહેસાણા, સુરેન્દ્રનગર – બોટાદ – ધોલા અને સુરેન્દ્રનગર – ધ્રાંગધ્રાનો સમાવેશ થાય છે. 10મી જૂન 2020ના રોજ વેસ્ટર્ન રેલ્વેએ રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં તેની પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રેનનું સંચાલન કર્યું, આ રીતે આ ડિવિઝને  ઈલેક્ટ્રિક ટ્રેક્શનના નકશા પર પાલનપુરથી બોટાદ સુધી હાઈ રાઈઝ સાથે ગુડ્ઝ ટ્રેન નું સફળ સંચાલન કર્યું હતું.

આ ઉપરાંત અમદાવાદ રાજકોટ વચ્ચે સેમી હાઇ સ્પીડ ટ્રેન શરૂ કરવાની પણ વિચારણા ચાલી રહી છે. જેમાં અમદાવાદ-રાજકોટ વચ્ચેનું ૨૨૫ કિમીનું અંતર આ સેમી હાઇસ્પિડ રેલ બે કલાકથી પણ ઓછા સમયમાં પુરૂ કરશે. આ પ્રોજેક્ટના DPR વેસ્ટર્ન રેલવે દ્વારા તૈયાર કરીને ભારત સરકારના રેલ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યા છે તે પણ નિર્ણાયક આખરી તબક્કામાં છે.

આ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટ શરૂ થતા રાજકોટ સૌરાષ્ટ્રના લોકો ઝડપથી અમદાવાદ આવીને અને ભવિષ્યમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન શરૂ થતા એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્રથી મુંબઇ જઇને પરત આવવાની સગવડ મેળવી શકશે.

આ પણ  વાંચો : ભાવનગરમાં મગફળીનું મબલખ ઉત્પાદન, યાર્ડમાં હાલ મગફળી લાવવા પર પ્રતિબંધ મુકાયો

આ  પણ વાંચો : ગુજરાત કોંગ્રેસે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીને લઈ કવાયત તેજ કરી , જન જાગરણ અભિયાન શરૂ કર્યું

Published On - 6:35 pm, Sun, 14 November 21

Next Article