Breaking News : ગુજરાતમાં 24 જુલાઇએ રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી યોજાશે

ગુજરાતમાંથી વિદેશ પ્રધાન એસ જયશંકર રીપિટ થઈ શકે છે. જ્યારે ગુજરાતની અન્ય 2 બેઠક પર ભાજપ નવા ઉમેદવાર મુકે તેવી શક્યતા છે. તેમજ જુગલજી ઠાકોર, દિનેશ અનાવડીયાને સ્થાને નવો ચહેરો આવી શકે છે.

Breaking News : ગુજરાતમાં 24 જુલાઇએ રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી યોજાશે
Rajaysabha Election
| Edited By: | Updated on: Jun 27, 2023 | 6:40 PM

Gandhinagar : ગુજરાતમાં 24 જુલાઇએ રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી યોજાશે. જેની માટે કેન્દ્રીય ચૂંટણી પંચ 06 જુલાઇએ જાહેરનામું બહાર પાડશે. ગુજરાતની 3 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 24 જુલાઈએ 3 રાજ્યોની 10 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. 24 જુલાઈએ સાંજે 5 વાગે પરિણામ જાહેર કરવામાં આવશે. જેની માટે 6 જુલાઈએ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. તેમજ 13 જુલાઈએ ચૂંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.

જેમાં મળતી માહિતી મુજબ ગુજરાતમાંથી વિદેશ પ્રધાન એસ જયશંકર રીપિટ થઈ શકે છે. જ્યારે ગુજરાતની અન્ય 2 બેઠક પર ભાજપ નવા ઉમેદવાર મુકે તેવી શક્યતા છે. તેમજ જુગલજી ઠાકોર, દિનેશ અનાવડીયાને સ્થાને નવો ચહેરો આવી શકે છે.

Published On - 6:25 pm, Tue, 27 June 23