ગુજરાતના ગામડાઓને ખોખલા કરી રહ્યા છે ડ્રગ્સ માફિયા: આ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ઘુસાડી રહ્યા છે ડ્રગ્સ!

|

Oct 29, 2021 | 2:24 PM

બનાસકાંઠામાંથી ઝડપાતા ડ્રગ્સની લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા નવી MO સામે આવી છે. જેમાં મુંબઈથી ડ્રગ્સ પેડલર રાજસ્થાન જાય છે. અને ભેળસેળ કરીને ડ્રગ્સ ગુજરાતમાં લાવે છે.

ગુજરાતના ગામડાઓને ખોખલા કરી રહ્યા છે ડ્રગ્સ માફિયા: આ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ઘુસાડી રહ્યા છે ડ્રગ્સ!
Drugs from Mumbai reach Rajasthan and are smuggled into the villages of Gujarat

Follow us on

શહેરી વિસ્તારથી લઈ ગ્રામીણ વિસ્તાર સુધી ડ્રગ્સની બદીનું દુષણ વ્યાપ્યું છે. જેને રોકવા માટે પોલીસ સક્રિય છે. પરંતુ હજુ પણ અનેક ડ્રગ પેડલર મુંબઈથી ડ્રગ્સ લઇ બનાસકાંઠાના રસ્તે રાજસ્થાન પહોંચી ત્યાંથી ભેળસેળ કરી ગુજરાતના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે. આ નેટવર્ક તોડવા માટે બનાસકાંઠા પોલીસે કમર કસી છે.

બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ કેસ બમણાં થયા

ડ્રગ્સના કારણે અનેક યુવાનોની જિંદગી ખરાબ થઈ રહી છે. યુવાનોમાં વધતા જતા ડ્રગ્સના ચલણને લઈને સમાજ ચિંતિત છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડ્રગ્સના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજસ્થાન સરહદેથી ડ્રગ્સ ગુજરાતમાં ધુસાડવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જીલ્લામાં આ વર્ષે અત્યાર સુધી કુલ 43 કેસ NDPS એકટ હેઠળ નોંધાયા છે. જેમાં મેફેડ્રોન અને ગાંજાના કેસનું પ્રમાણ વધુ છે. વધતા જતાં મેફેડ્રોન ડ્રગ્સના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે. પોલીસે આ ડ્રગ્સનું રેકેટ તોડવા માટે કામગીરી કરી અનેક ડ્રગ્સ પેલડરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કયા વર્ષમાં કેટલા ડ્રગ્સના કેસ

2019 : 13
2020 : 25
2021 : 43

– 43 કેસમાં 84 આરોપીઓ ધરપકડ

– 69 લાખનું મેફેડ્રોન

– 61 લાખનો ગાંજો

– 10 લાખ હેરોઇન

– 10 માસમાં 1 કરોડ 55 લાખનું ડ્રગ્સ ઝડપાયું

મુંબઈ થી ડ્રગ્સ રાજસ્થાન લઈ જઈ ભેળસેળ થઈ આવે છે ગુજરાત

બનાસકાંઠામાંથી ઝડપાતા ડ્રગ્સની લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા નવી MO સામે આવી છે. મોટાભાગે મેટ્રોસિટીમાંથી જ ગ્રામીણ વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોય છે. પરંતુ મુંબઈથી ડ્રગ્સ પેડલર રાજસ્થાન જાય છે. ત્યાં ઓરીઝનલ ડ્રગ્સમાં ફટકડી અને ખાંડ ભેળસેળ કરી તેનું પ્રમાણ વધારી ગુજરાતમાં વેચાણ કરે છે. જેથી ઓછા ડ્રગ્સમાં વધુ રૂપિયા ડ્રગ્સ સેવન કરતા લોકો પાસેથી પડાવી શકાય.

ડ્રગ્સની બદીને નાથવા બનાસકાંઠા પોલીસ સક્રિય

ડ્રગ્સના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલએ આપેલી માહિતી અનુસાર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં નવી બાબતો જાણવા મળી છે. ગુજરાતમાં આવતા ડ્રગ્સનું કનેક્શન મુંબઈ સાથે છે. ત્યાંથી રાજસ્થાન અને તે બાદ ગુજરાતમાં ડ્રગ્સ વેચાણ અર્થે આવે છે. બનાસકાંઠા પોલીસની સક્રિયતાથી ગત વર્ષની સરખામણી આ વર્ષે બમણાં ડ્રગ્સ હેરાફેરીમાં કેસ થયા છે.

 

આ પણ વાંચો: Ahmedabad : બજારમાં આડેધડ વાહન પાર્ક કરતા લોકો ચેતી જજો, ટ્રાફિક નિયમો મામલે પોલીસની ખાસ ઝુંબેશ

આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં રાજય સરકારે કર્ફ્યૂના નિયમોમાં મોટી રાહત આપી, જાણો નવા નિયમો

Published On - 2:07 pm, Fri, 29 October 21

Next Article