ગુજરાત(Gujarat) સરકાર દ્રારા પોલીસના ગ્રેડ પેમાં(Police Grade Pay)વધારા અંગે કમિટીની રચના કરવામાં આવી જેને રાજ્યભરના પોલીસ પરિવાર અને પોલીસના જવાનો આવકારી રહ્યા છે.રાજકોટમાં(Rajkot) પણ દરેક પોલીસ સ્ટેશનમાં સરકારના આ નિર્ણયની સરાહના કરવામાં આવી હતી અને એકબીજાને મીઠાઇ ખવડાવીને ઉજવણી કરવામાં આવી હતી.
સરકારે ઝડપી પગલાં લીધા : કોન્સ્ટેબલ અલ્કાબેન
આ અંગે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અલ્કાબેને કહ્યું હતું કે પોલીસ પરિવારની લાગણીને રાજ્યના ગૃહમંત્રીએ ત્વરિત પગલા લીધા તે આવકાર્ય છે.આ પગલાં થકી રાજ્યભરના પોલીસ પરિવારમાં ખુશીનો માહોલ છે.હવે પોલીસ પરિવારે પણ આંદોલન છોડીને સરકારને સાથ આપવો જોઇએ.આશા છે કે રાજ્ય સરકારની ગ્રેડ પે અંગેની કમિટી જે પણ નિર્ણય લેશે તે પોલીસ પરિવારોના હિતમાં હશે.
સરકાર સારી સુવિધા-સગવડતા આપે છે-પલ્લવીબેન
આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પલ્લવીબેન ગોહિલે કહ્યું હતું કે રાજ્ય સરકાર પોલીસને સારા વાહનો,સમયાંતરે સારી સગવડતાઓ પુરી પાડે છે.મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ અને સમયાંતરે મેડિકલ સુવિધાઓ પણ આપે છે.પોલીસ શિસ્તને ન શોભે તેવું વર્તન આપણે ન કરવું જોઇએ અને સરકારના આ નિર્ણયને આવકારીને સરકારનો આભાર માનવો જોઇએ.
જેતપૂરમાં પોલીસે ફોડ્યા ફટાકડા
રાજ્ય સરકારના આ નિર્ણયની શહેર પોલીસ સાથે સાથે જિલ્લા પોલીસ દ્રારા ઉજવણી કરવામાં આવી હતી અને જેતપૂરમાં પોલીસ દ્રારા એકબીજાને મીઠાઇઓ ખવડાવીને ફટાંકડા ફોડીને રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં (Gujarat) પોલીસ ગ્રેડ પે (Police Grade Pay) મુદ્દે પાંચ સભ્યોની કમિટી (Committee) બનાવવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી પોલીસ ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલી માંગણી બાદ રાજ્ય પોલીસ વડાએ(DGP) આશિષ ભાટિયાએ આ મુદ્દાના ઉકેલ માટે પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી છે.
આ પૂર્વે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આંદોલન કરી રહેલા પોલીસ પરિવારના સભ્યો સાથે બેઠક કરી હતી. તેમજ તેની બાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ તેમના નિવાસ સ્થાને બેઠક કરી હતી.
ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે બનાવવામાં આવેલી કમિટીના અધ્યક્ષ આઇજી બ્રિજેશ ઝા રહેશે. આ કમિટીમાં કુલ પાંચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તમામ પાસાઓનો અભ્યાસ કરીને રિપોર્ટ સોંપશે.
આ પણ વાંચો : ગુજરાતમાં LRD ની 10,459 જગ્યા માટે સવા લાખ અરજી, 09 નવેમ્બર સુધી અરજી કરી શકાશે
આ પણ વાંચો: ગુજરાતમાં દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવોના પગલે રાત્રિ કરફ્યુમાં છૂટછાટની જાહેરાત