AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી વિક્રમ સંવત 2078 નો પ્રારંભ, નવા વર્ષને આવકારવા ગુજરાતીઓમાં ઉત્સાહ

આજથી વિક્રમ સંવત 2078 નો પ્રારંભ, નવા વર્ષને આવકારવા ગુજરાતીઓમાં ઉત્સાહ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 8:20 AM
Share

આજથી વિક્રમ સંવત 2078 નો પ્રારંભ થઇ રહ્યો છે. ગુજરાતીઓ માટે આ નવા વર્ષનો પ્રથમ દિવસ છે. ત્યારે નવા વર્ષને આવકારવા ગુજરાતીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આજથી નૂતન વર્ષ વિક્રમ સંવત 2078નો પ્રારંભ થયો છે. ત્યારે તહેવારનો ઉત્સાહ અને ઉમંગ દેશભરમાં જોવા મળી રહ્યો છે. નવા વર્ષનો ઉમંગ ગુજરાતમાં પણ ખુબ છે. ઠેર ઠેર નવા વર્ષની ઉજવણી થઇ રહી છે. નવા વર્ષને આવકારવા માટે લોકોમાં અદમ્ય ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. વિતેલા વર્ષની અનેક ખાટી-મીઠી યાદોને ભૂલીને નવા વર્ષનું પ્રથમ કિરણ જ્યારે ધરતી ઉપર પડશે. જેને આવકારવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વિક્રમ રાજ્યની સ્થાપન કાળ બાદ વિક્રમ સંવતનો આરંભ થયો હોવાનો ઇતિહાસ આપણે ત્યાં રહ્યો છે. વિક્રમ સંવતના પ્રારંભે એટલે કે કારતક સુદ એકમથી નવા વર્ષને ગુજરાતમાં ખાસ ઉજવવામાં આવે છે. નવા વર્ષે સૌ એકબીજાને મળી શુભકામના પાઠવતા હોય છે. એકબીજાના ઘરે પહોંચી, સ્નેહમિલન કાર્યક્રમો યોજતા હોય છે. વહેલી સવારથી મંદિરોમાં નવા વર્ષના પ્રારંભે ભક્તો ભગવાનના આશીર્વાદ લઈને નવા વર્ષની શરૂઆત કરશે.

 

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કર્યો, ભદ્રકાળી માતાના દર્શન પણ કરશે

આ પણ વાંચો: ‘સુંદર શુભકામનાઓ માટે આભાર મિત્ર,’ PM મોદીએ ઇઝરાયેલના PM નફતાલી બેનેટની દિવાળીની શુભેચ્છાઓ પર આભાર વ્યક્ત કર્યો

g clip-path="url(#clip0_868_265)">