આ વર્ષે ખેડૂતોની તકલીફો ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. ફરી એક વાર રાજકોટ ધોરાજીના ખેડૂતે હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે. ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન ન થતા ખેડૂતોને આ વખતે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સરકારે પહેલી તારીખથી ટેકાના ભાવે મગફળી ખરીદવા જાહેરાત કરી હતી. પરંતુ વીસી અને તલાટી મંત્રીની હડતાળ હોવાને કારણે મગફળીની ખરીદ પ્રક્રિયા અને રજીસ્ટ્રેશનની કામગીરી ખોરંભાઈ છે. ત્યારે સમગ્ર મામલે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર અણધડ વહીવટ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. તેમજ ખેડૂતો મગફળીના રજીસ્ટ્રેશન બાબતે કેટલા દિવસો હેરાન થશે તેવા તંત્રને પ્રશ્નો કર્યા છે.
આ મામલે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે રજીસ્ટ્રેશન શરુ કર્યાને ત્રણ દિવસ જતા રહ્યા છે. સરકારને આ મામલે પહેલા દિવસથી રજુઆતો કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, નવા મંત્રીમંડળમાં જેને પણ રજૂઆત કરીએ છીએ તે એવું જ કહે છે કે આવતા દિવસોમાં જોશું. પરંતુ બીજા વિસ્તારોમાં જ્યારે ઓનલાઈન નોંધણી ચાલુ થઇ ગઈ હોય અને અમુક વિસ્તારોમાં નોંધણી ના થઇ હોય ત્યારે ખેડૂતો હેરાન થઇ રહ્યા છે. ત્યારે એક ખેડૂતે પણ કહ્યું કે હેરાનગતિનું નિરાકરણ લાવીને ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી શરુ કર્વાવામાં આવે.
આ પણ વાંચો: RAJKOT : ઇમ્પિરીયલ હોટેલના એ રૂમનો વિડીયો કોણે ઉતાર્યો,આ રહસ્ય હજુ પણ છે અકબંધ
આ પણ વાંચો: રાજકોટના ઉપલેટા ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ, વિધાર્થીઓએ પાણીમાં થઇ શાળાએ જવા મજબૂર