સમુદ્રની અંદરની જીવ સૃષ્ટિ જોવા હવે ક્યાં જવું નહીં પડે, દ્વારકાના શિવરાજપુર નજીક સ્કૂબા ડાઈવિંગની મજા માણી શકો છો

|

Feb 14, 2022 | 7:24 PM

દ્વારકાની આસપાસના દરીયાની કેટલીક સંસ્થા દ્રારા સ્કૂબા ડાઈવિંગની એડવેન્ચરની પ્રવૃતિ કરાવાય છે, તેમાં આવી સ્સ્થાના લોકો પ્રવાસીઓની સાતે રહીને સુરક્ષિત ડાઈવિંગની પુરેપુરી જાણકારી આપ્યા બાદ દરિયના પેટાળમાં લઈ જાય છે

સમુદ્રની અંદરની જીવ સૃષ્ટિ જોવા હવે ક્યાં જવું નહીં પડે, દ્વારકાના શિવરાજપુર નજીક સ્કૂબા ડાઈવિંગની મજા માણી શકો છો
દ્વારકાના શિવરાજપુર નજીક સ્કૂબા ડાઈવિંગ

Follow us on

ગુજરાતમાં 1600 કિમીનો દરીયા કિનારો આવેલ છે. દરીયા કાંઠે ફરવાના અનેક સ્થળો અનેક જીલ્લામાં આવેલા છે. પરંતુ દરીયાની અંદર ડુબકી મારીને દરીયાની અનોખી દુનિયાને નિહાળવા માટે સ્કૂબા ડાઈવીંગ (scuba diving) ની પ્રવૃતિ રાજયમાં માત્ર એક જ જગ્યા પર થાય છે.

દ્વારકા (Dwarka) ની આસપાસના દરીયાની કેટલીક સંસ્થા દ્રારા સ્કૂબા ડાઈવિંગની એડવેન્ચરની પ્રવૃતિ કરાવાય છે. તેમાં આવી સ્સ્થાના લોકો પ્રવાસીઓની સાતે રહીને સુરક્ષિત ડાઈવિંગની પુરેપુરી જાણકારી આપ્યા બાદ દરિયના પેટાળ (under the sea) માં લઈ જાય છે.

ભારતમાં ખુબ ઓછી જગ્યાએ દરીયાની અંદરની સફર કરવાની તક સ્કૂબા ડાઈવીંગથી મળે છે. જેમાં ગુજરાતમાં દ્રારકાથી નજીક આવેલ શિવરાજ (Shivrajpur) ચોપાટીથી થોડે દુરના આસપાસના વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી સ્કૂબા ડાઈવીંગની પ્રવૃતિ ચાલે છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

અન્ડર વોટર એડવેન્ચરમાં રસ ધરાવતા તેમજ દરીયાની અંદરની અનોખી રંગીન નગરી અને દરીયા જીવસૃષ્ટીને નિહાળવાની તક સ્કૂબા ડાઈવીંગ દ્રારા મળે છે. 75 ટકા લોકો તરવાનું જાણતા નથી, પરંતુ સ્કૂબા ડાઈવીંગ એવા લોકો પણ કરી શકે છે જેમને તરતા નથી આવડતુ.

અનુભવી સ્કૂબા ડાઈવરો સાથે આ સાહસ કરાવાય છે

10 વર્ષથી ઉપરની ઉમરની કોઈ પણ વ્યકિત દરીયાની સ્કૂબા ડાઈવિંગની મજા લઈ શકે છે. 10 વર્ષથી નીચેના બાળકો ખાસ સ્નોર્કલિંગની પ્રવૃતિ કરી શકે છે. જે દરીયામાં રહીને ખુબ ઉડાણમાં નહી, પરંતુ ઓછા પાણીમાં તેની મજા માણતા હોય છે. અલગ-અલગ કેટલી સંસ્થા દ્રારા તાલીમબંધ અનુભવી સ્કૂબા ડાઈવરો સાથે ખુબ કાળજી સાથે આ પ્રવૃતિ કરવામાં આવે છે. શિવરાજપુર ચોપાટીથી થોડે દૂર આસપાસના દરીયામાં સ્કૂબા ડાઈવીગ કરીને અનોખી રંગીન નગરી લોકો નિહાળતા હોય છે.

પ્રવાસીઓને બોટમાં દોઢથી બે કિમી દૂર દરિયામાં લઈ જવાય છે

પહેલા બોટમાં પ્રવાસીઓને દોઢથી બે કિમી દૂર લઈ જવામાં આવે છે. નાની બોટમાં 6 થી 10 લોકોના સમુહમાં દરીયામાં બોટની સફર કરાવી. બાદ 15 મીનીટ સુધી સ્કૂબા અંગેની પુરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ સાથે લાઈવ ડેમો બતાવીને શું કરવું અને શું ના કરવું તે અંગેની સમજણ આપવામાં આવે છે. ત્યાર બાદ અનુભવી સ્કૂબા ડાઈવરો સાથે રહીને પ્રવાસીઓને સ્કૂબા ડાઈવિંગ કરાવતા હોય છે.

જરૂરી ઉપકરણો સાધનો સાથે સ્કૂબા ડાઈવિંગ કરાવાય છે

સ્કૂબા ડાઈવીંગ માટે જરૂરી સેલ્ફ એટન્ડ બ્રીથિંગ કંટ્રોલ માટેના જરૂરી ઉપકરણો સાધનો સાથે સ્કૂબા ડાઈવિંગ કરવામાં આવે છે. આ માટેના સાધને જે તે સંસ્તા દ્વારા પૂરા પાડવામાં આવે છે.  દ્વારકા તથા આસપાસનો દરીયાઈ વિસ્તાર ભૌગોલિક એવી સ્કૂબા ડાઈવીંગ માટે લો રીસ્ક એરીયા માનવામાં આવે છે. તેમજ દરીયાની અંદરની તળ સમતોલ હોવાથી સલામતી સાથે સ્કૂબા ડાઈવીંગની મજા લઈ શકાય છે.

સપ્ટેમ્બરથી મે માસનો સમય સર્વશ્રેષ્ઠ

સ્કૂબા ડાઈવિંગ માટે સપ્ટેમ્બરથી મે માસનો સમય હોય છે. જેમાં શિયાળાનો સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. દરીયાની અંદર રંગબેરંગી નાની-મોટી માછલીઓ, કોરલ,(પરવાળા), શિપલા, કરચલા, કાચબા, સહીતની જીવસૃષ્ટી દરીયાની અંદર જોવા મળે છે. સાહસિકતાનો શોખ ધરાવતા, દરીયા જીવસૃષ્ટીને જોવા માંગતા, દરીયાની અંદરની સફર કરવા ઈચ્છા અન્ડરવોટર એડવેન્ચર સ્કૂબા ડાઈવીંગ માટે શિવરાજ આવતા હોય છે.

આ પણ વાંચોઃ Porbandar: અરબી સમુદ્રમાંથી ઝડપાયેલુ 800 કિલો ડ્રગ્સ પાકિસ્તાની માફિયાએ મોકલ્યાનો ખુલાસો

આ પણ વાંચોઃ વલસાડમાં બનશે બુલેટ ટ્રેનનું સૌથી મોટુ અને મોંઘુ સ્ટેશન, ખેડૂતોએ પણ ખુશીથી આપી દીધી જમીન

Published On - 1:08 pm, Mon, 14 February 22

Next Article