weather update: ફુલગુલાબી ઠંડી કરશે જમાવટ, કેટલાક શહેરોમાં રાત્રે ઠંડકનો માહોલ અનુભવાશે, જાણો તમારા શહેરનું હવામાન

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે.

weather update: ફુલગુલાબી ઠંડી કરશે જમાવટ, કેટલાક શહેરોમાં રાત્રે ઠંડકનો માહોલ અનુભવાશે, જાણો તમારા શહેરનું હવામાન
Gujarat Weather
| Edited By: | Updated on: Nov 10, 2022 | 6:59 AM

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે નજીકના દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. રાજ્યમાં હજી એક દિવસ વાદળા છાયા વાતાવરણનો અનુભવ થઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દાહોદ, ડાંગ મહીસાગર, પંચમહાલમાં રાત્રિના તાપમાનમાં મોટો ફરક જોવા મળશે. જેના કારણે આ જિલ્લાઓમાં સાંજ થતા ઠંડકનો અનુભવ થશે.

આણંદ અને અમદાવાદમાં રાત્રે જામશે ઠંડક

અમદાવાદમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે ત્યારે રાત્રે હળવી ઠંડીનો અનુભવ થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી હળવી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 20 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે.

દાહોદ જિલ્લામાં સાંજથી જ શિયાળાનો અનુભવ થશે અને રાત્રે તાપમાન 18 ડિગ્રી થશે. તો મહત્તમ તાપમાન 33 ડિગ્રી અનુભવાશે. તેના કારણે દિવસ દરમિયાન ઉનાળા જેવી ગરમીનો અનુભવ થશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 34 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રી થશે જેના લીધે મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે.

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે.

મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે.