દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધાતુરિયા ગામમાં નવોદય વિદ્યાલય (Navoday Vidyalaya) આવેલી છે. આ વિદ્યાલયમાં હાલમાં શિક્ષણ કાર્ય(Education) બંધ છે. શાળાની ઇમારત અદ્યતન સુવિધા ધરાવે છે અને તેમાં હોસ્ટેલની સુવિધા પણ છે પરંતુ તેમ છતાં કોરોના કાળ બાદ આ શાળા ઓફલાઇન શરૂ કરવામાં આવી નથી. બાળકોના અભ્યાસ માટે ચિંતિત વાલીઓ પણ આ અંગે રજૂઆત કરી કરીને કંટાળી ગયો હોવા છતાં તે અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આથી વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી. આ શાળા પાણીના મુદે બંધ હોવાનું શાળા સત્તા ધીશો દ્વારા જણાવાવમાં આવ્યું હતું ત્યારે પ્રશ્ન એ છે કે અદ્યતન શાળામાં પાણીની સુવિધા શા માટે નથી પહોંચી.
દેવભૂમિ દ્વારકાના ધાતુરિયા ગામને છેલ્લા 6 વર્ષથી નવોદય શાળાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. અને આ અદ્યતન ઇમારત 6 મહિનાથી સંપૂર્ણ તૈયાર છે જ્યાં શિક્ષણકાર્ય શરૂ કરી શકાય છે. જોકે અહીં હજી સુધી ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું નથી. વાલીઓ અને વિદ્યાર્થીઓએ એવી રજૂઆત કરી હતી કે શાળાની અદ્યતન બિલ્ડિંગ હોવા છતા માત્ર પાણી જેવી પાયાગત સુવિધાના વાકે શાળા ક્યાં સુધી બંધ રાખવામાં આવશે.
વાલીઓએ માંગ કરી છે કે નવોદયમાં પ્રવેશ ધોરણ 6થી આપવામાં આવે છે પરંતુ ઓફલાઇન શિક્ષણ માત્ર ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને જ અપાઈ રહ્યું છે. નેટવર્કની સમસ્યાને કારણે વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે ઓનલાઇન શિક્ષણ મળતું નથી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાથી વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે.