Janmashtami 2022 : ‘નંદ ઘેર આનંદ ભયો….’ દ્વારકાનગરીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જાણો મંદિરનો દિવસભરનો કાર્યક્રમ

|

Aug 19, 2022 | 8:10 AM

શ્રદ્ધાળુઓ (Devotee) દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી શકશે.

Janmashtami 2022 : નંદ ઘેર આનંદ ભયો....  દ્વારકાનગરીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જાણો મંદિરનો દિવસભરનો કાર્યક્રમ
Janmashtami 2022

Follow us on

Janmashtami 2022 : ભગવાન શ્રીકૃષ્ણના (Lord Krishna) જન્મોત્સવને વધાવવાનો અનેરો અવસર એટલે જન્માષ્ટમી.આ પાવન પર્વ પર દ્વારકાનગરીમાં (Devbhoomi Dwarka)  દેશ-વિદેશથી આવતા ભક્તોનો મહાસાગર ઘુઘવતો હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓ (Devotee) દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર શ્રીજીના વિવિધ દર્શનનો લહાવો લઇ શકશે. જન્માષ્ટમી (janmashtami) પર્વ પર વહેલી સવારે 6 વાગ્યે પ્રભુની મંગળા આરતી ઉતારવામાં આવી. સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધી દરમ્યાન ભક્તો મંગળા દર્શન કરી શકશે..જે બાદ સવારે 8 વાગ્યે શ્રીજીની ખુલ્લા પડદે સ્નાન અને અભિષેકવિધિ કરવામાં આવશે.સવારે 10 વાગ્યે શ્રીજીને સ્નાનભોગ અર્પણ કરાવવામાં આવશે.

જુઓ વીડિયો

બાળગોપાલના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવશે

જ્યારે કે 10-30 વાગ્યે શ્રૃંગારભોગ અર્પણ કરાશે. 11 વાગ્યે પ્રભુની શ્રૃંગાર આરતી થશે.જ્યારે કે બપોરે 12 વાગ્યે ભગવાનને રાજભોગ ધરાવવામાં આવશે.બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.તો સાંજે 5 વાગ્યે ભાવિક ભક્તો ઉત્થાપન દર્શનનો લાભ લઇ શકશે. તેમજ 5 વાગ્યાથી 5-45 વાગ્યા દરમ્યાન ઉત્થાપનભોગ, 7 થી 7-30 દરમ્યાન સંધ્યા ભોગ અને સાંજે 7-30 વાગ્યે સંધ્યા આરતીના દર્શન થઇ શકશે. રાત્રે 8 વાગ્યે શયનભોગ અને 8-30 વાગ્યે શયન આરતી થશે. જે બાદ 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા દરમ્યાન મંદિર બંધ રહેશે.રાત્રે બરાબર 12 વાગ્યાના ટકોરે પ્રભુની પધરામણી થશે.જે બાદ ભક્તજનો રાત્રે 2-30 વાગ્યા સુધી બાળગોપાલના દર્શન કરી શકાશે.

Next Article