Dwarka : ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ, રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા

|

Sep 01, 2021 | 7:09 PM

ખંભાળિયામાં 4 ઇંચ વરસાદ પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેમાં શહેરના નગરગેટ, રેલવે સ્ટેશન રોડ, પાંચહાટળી ચોક, રામનાથ સોસાઈટી રોડ, ગુજરાત મીલ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં પડી રહેલા વરસાદના પગલે દ્વારકાના ખંભાળિયા પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં ખંભાળિયામાં 4 ઇંચ વરસાદ પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેમાં શહેરના નગરગેટ, રેલવે સ્ટેશન રોડ, પાંચહાટળી ચોક, રામનાથ સોસાયટી રોડ, ગુજરાત મીલ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

આ ઉપરાંત દ્વારકા પંથકમાં ગઇકાલથી જ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યના 80 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં રાજ્યના 45 તાલુકાઓમાં 1 ઇંચથી સાડા 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં રાજ્યના 20 તાલુકાઓમાં 2 ઇંચથી સાડા 6 ઇંચ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં સૌથી વધુ માંગરોળ, માળીયા અને તાલાલામાં સાડા 6 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગીર-સોમનાથના ઉનામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કલ્યાણપુર, વેરાવળ અને ગીરગઢડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ ઉપરાંત સ્કાયમેટે ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતથી લઇ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. તેમજ આગાહી મુજબ 3 સપ્ટેમ્બરથી ઘટશે વરસાદનું જોર ઘટશે અને 9 અને 10 સપ્ટેમ્બરે ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા સારો વરસાદ પડી શકે છે. હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એક્ટિવ થતાં સારો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : Gujarat : નવા કૃષિ કાયદાના અમલ બાદ 15 APMCને તાળા લાગ્યા, વધુ 114 APMC બંધ થાય તેવા એંધાણ

Published On - 7:02 pm, Wed, 1 September 21

Next Video