રાજ્યમાં 17 જિલ્લા ‘લમ્પી’થી પ્રભાવિત, કૃષિ પ્રધાન રાઘવજી પટેલે દેવભૂમિ દ્વારકાની લીધી મુલાકાત

દ્વારકામાં 59 ગામોમાં લમ્પી વાયરસની અસર જોવા મળી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 50 જેટલા પશુના (Cattle) મોત થયા છે. જ્યારે 24 હજારથી વધુ પશુઓનું રસીકરણ (Vaccination) થયુ છે.

રાજ્યમાં 17 જિલ્લા લમ્પીથી પ્રભાવિત, કૃષિ પ્રધાન રાઘવજી પટેલે દેવભૂમિ દ્વારકાની લીધી મુલાકાત
Raghavji Patel visits affected area
| Edited By: | Updated on: Jul 31, 2022 | 9:24 AM

દેવભૂમિ દ્વારકાના (Devbhumi Dwarka) ખંભાળિયામાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલે (Raghavji Patel) રામનાથ વિસ્તારમાં પાંજરાપોળની મુલાકાત લીધી. અને લમ્પીના કારણે થયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સાથે જ જિલ્લા કલેકટર કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક પણ યોજી. બેઠક બાદ ગૌસંવર્ધન પ્રધાને ખાતરી આપી હતી કે, લમ્પી વાયરસને (Lumpy Virus) કાબૂમાં લેવા વધુ ટીમની જરૂરિયાત હશે તો વધુ ટીમ પણ ફાળવાશે. મહત્વનું છે કે, દ્વારકામાં 59 ગામોમાં લમ્પી વાયરસની અસર જોવા મળી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 50 જેટલા પશુના (Cattle) મોત થયા છે. જ્યારે 24 હજારથી વધુ પશુઓનું રસીકરણ (Vaccination) થયુ છે.

1 હજાર 746 ગામોમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો

રાજ્યમાં 17 જિલ્લાના 1 હજાર 746 ગામોમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. 1 હજાર 746 ગામોમાં કુલ 50 હજાર 328 પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે.બીજી તરફ રાજ્ય સરકારનો દાવો છે કે, આ તમામ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરાઈ છે.  લમ્પીને ફેલાતો અટકાવવા પશુઓનું રસીકરણ તેજ બનાવાયું છે.. રાજ્યમાં અત્યાર સુધીમાં 5.74 લાખથી વધુ પશુઓનું રસીકરણ થઈ ચુક્યું છે. ઉપરાંત લમ્પી સામે લડવા માટે રાજયની વેટરનરી કોલેજનાં સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત 107 સભ્યોને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં તૈનાત કરાયા છે.

Published On - 9:23 am, Sun, 31 July 22