દેવભૂમિ દ્વારકામાં પણ ભક્તોની ભારે ભીડ, હોટલમાં હાઉસફૂલના પાટિયા

|

Nov 08, 2021 | 8:16 PM

દિવાળીના મીની વેકેશનમાં યાત્રિકોની ભારે ભીડ ઉમટી હોઈ દ્વારકામાં તમામ હોટેલો અને ધર્મશાળાઓ ફૂલ થઈ જતા યાત્રિકોની રાત રોડ પર વીતી હતી

ગુજરાતમાં(Gujarat)દિવાળીના(Diwali)તહેવાર બાદ નવા વર્ષની(New Year)રજાઓ રાજ્યના તમામ પર્યટન અને ધાર્મિક સ્થળો પ્રવાસીઓથી(Tourist)ઉભરાય રહ્યાં છે. જેમાં દ્વારકામાં (Dwarka) ભક્તોની ભારે ભીડ ઉમટી છે.ખાસ દિવાળીના મીની વેકેશનમાં દૂર દૂરથી યાત્રિકો દ્વારકામાં ઉમટી પડ્યા છે. દ્વારકાધીશના દર્શને ભક્તોની ભારે ભીડ ઉમટી છે. જેના પગલે અનેક સ્થળોએ લાંબી કતારોમા ભક્તો જોવા મળ્યા હતા.

દિવાળીના મીની વેકેશનમાં યાત્રિકોની ભારે ભીડ ઉમટી હોઈ દ્વારકામાં તમામ હોટેલો અને ધર્મશાળાઓ ફૂલ થઈ જતા યાત્રિકોની રાત રોડ પર વીતી હતી તો પોલીસે પણ લોકોને હેરાનગતિ ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢમાં પ્રવાસીઓની ભીડ વધતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમાં સાસણ-તાલાળા હાઈ-વે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ. હાઈ-વે પર 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હાલ સાસણગીર અને ગીરનારની મુલાકાતે દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે

દિવાળીની તહેવારોની રજાઓમાં સાસણગીરમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. કોરોનાનો પ્રકોપ હળવો થતાં સાસણગીરમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે. કુદરતી સૌંદર્યનો નજારો માણવા પ્રવાસીઓ સાસણગીરમાં આવી રહ્યા છે. અહીં ગીર અભ્યારણ્યમાં એશિયાટિક સિંહને  જોઈ પ્રવાસીઓ આનંદિત થઈ રહ્યા છે

આ પણ વાંચો : ડીસામાં બટાકાનું વાવેતર કરતાં ખેડૂતો મુશ્કેલીમાં, ભાવવધારાએ પાકના ઉત્પાદન ખર્ચમાં વધારો કર્યો

આ પણ વાંચો: ગુજરાતની વધુ એક સિદ્ધિ, LEADS ઇન્ડેક્ષમાં દેશભરમાં પ્રથમ ક્રમે, સીએમ ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી

 

Next Video