ડીસામાં બટાકાનું વાવેતર કરતાં ખેડૂતો મુશ્કેલીમાં, ભાવવધારાએ પાકના ઉત્પાદન ખર્ચમાં વધારો કર્યો

ડીસા અને આસપાસના પંથકમાં દર વર્ષે 50 થી 60 હજાર હેકટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. આ વર્ષે પણ ખેડૂતો ઠંડીનો ચમકારો વધતાં જ બટાકાના વાવેતર માં જોડાયા છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 08, 2021 | 7:37 PM

દેશભરમાં સતત  અનેક વસ્તુમાં થઇ રહેલા ભાવ વધારાની(Price Hike)  અસર જગતના તાત એવા ખેડૂતના(Farmers)બજેટ પર પણ પડી છે. જેમાં કુદકે અને ભૂસકે થઇ રહેલા ભાવ વધારાના   પગલે ખેતી કરવાના ખર્ચમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જેના લીધે ગુજરાતમાં(Gujarat)ડીસા(Deesa)અને તેની આજુબાજુનો પંથક બટાકા(Potato)વાવેતર માટે વિખ્યાત છે.

દર વર્ષે 50 થી 60 હજાર હેકટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. આ વર્ષે પણ ખેડૂતો ઠંડીનો ચમકારો વધતાં જ બટાકાના વાવેતર માં જોડાયા છે. બટાકાનું વાવેતર કરી રહેલા ખેડૂતોને મોંઘવારીનો પ્રશ્ન નડી રહ્યો છે.

ખાતર બિયારણ તેમજ ડીઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે ખેડૂતોને બટાકાનું વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે. તેમ છતાં ખેડૂતો બટાકાનું વાવેતર કરી રહ્યા છે. ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આ વર્ષે બટાકાના ભાવ કરેલા ખર્ચની સામે વધે. જેથી તેઓને નુકસાન વેઠવું પડે. બટાકા પકવતા ખેડૂતો પોતાના ખેતરમાં સારા ભાવ મળવાની આશાએ બટાકાનું વાવેતર કરી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધિ, LEADS ઇન્ડેક્ષમાં દેશભરમાં પ્રથમ ક્રમે, સીએમ ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી

આ પણ વાંચો : સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : જાણો કેવી રીતે થયું એન્કાઉન્ટર, વાંચો દિલધડક એન્કાઉન્ટરની આખી ઘટના

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati