દ્વારકાધીશનું મંદિર સોમવારથી ફરી ખુલશે, કોરોના ગાઇડલાઇનના પાલન સાથે દર્શન કરી શકાશે

|

Jan 23, 2022 | 6:18 PM

દ્વારકાધીશનું મંદિર 24 જાન્યુઆરીએ સોમવારથી ફરી ખોલવામાં આવી રહ્યું છે. જો કે વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર કોરોના ગાઈડલાઇનના પાલન સાથે મંદિર પરિસર ખોલવામાં આવી રહ્યું છે.

દ્વારકાધીશનું મંદિર સોમવારથી ફરી ખુલશે, કોરોના ગાઇડલાઇનના પાલન સાથે દર્શન કરી શકાશે
Dwarka Temple (Image Source: Twitter,Shri Dwarkadhish Temple)

Follow us on

ગુજરાત (Gujarat)માં કોરોના (Corona) સંક્રમણ વધવાને કારણે મોટા ભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)માં આવેલુ દ્વારકાધીશનું જગત મંદિર કોરોનાના વધતા કેસ વચ્ચે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જો કે દ્વારકાધીશનું મંદિર 24 જાન્યુઆરીએ સોમવારથી ફરી ખોલવામાં આવી રહ્યું છે. જો કે વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર કોરોના ગાઈડલાઇનના પાલન સાથે મંદિર પરિસર ખોલવામાં આવી રહ્યું છે. તેમજ ભક્તો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે કોવિડ ગાઈડલાઈન મુજબ દર્શન કરી શકશે. આ અંગેની જાહેરાત દ્વારકાધીશ વહીવટદાર સમિતિ અને જિલ્લા કલેકટરએ કરી છે.

જો કે દેવભૂમિ દ્વારકામાં આવેલુ દ્વારકાધીશનું જગત મંદિર બંધ કરવાના પગલે દ્વારકાના સ્થાનિક વેપારીઓએ તંત્રને આવેદન પત્ર આપીને મંદિર વહેલી તકે ખોલવાની માગ કરી હતી. બીજી તરફ પોષી પૂનમ આસપાસના દિવસોમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. પરંતુ મંદિર બંધ હોવાના કારણે શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ પ્રકારના નિર્ણય ભવિષ્યમાં જો લેવાય તો વહેલી જાણ કરવાની પણ રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી છે.

કોરોનાના વધતા કેસ વચ્ચે દ્વારકાધીશનું જગત મંદિર પણ બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો હતો. પરંતુ આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવ્યો હોવાનો યાત્રાળુ અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વેપારીઓ અને સ્થાનિકોએ તંત્રને આવેદનપત્ર આપીને આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વેપારીઓનું કહેવુ છે કે સાત દિવસ સુધી મંદિર બંધ રહેવાના નિર્ણયને પગલે દૂરદૂરથી આવતા યાત્રાળુઓને પણ ધકકો પડી રહ્યો છે. સાથે જ વેપારીઓએ માગ મુકી છે કે, કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે મંદિર ખોલવામાં આવે. જેથી વેપારીઓના વેપાર ધંધા શરૂ રહી શકે અને આર્થિક સંકળામણનો સામનો કરવો ન પડે.

મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવાને કારણે મોટા ભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે. શામળાજી, દ્વારકાધીશ મંદિર, શક્તિપીઠ બહુચરાજી, શક્તિપીઠ અંબાજી ,વડતાલનું સ્વામીનારાયણ મંદિર ,અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર સહિત અનેક મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મહેસાણા : બે યુવાનોએ કૃમિ ખાતરના ઉત્પાદનમાં કાઠું કાઢ્યું, જાણો આ યુવકોની સિદ્ધિ ગાથા

આ પણ વાંચો : Surat: અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપ પર માચીસ ચાંપી સળગાવાનો પ્રયાસ કર્યો

Next Article