Dwarka : ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયામાં મોજા ઉછળ્યા, નજારો જોવા પ્રવાસીઓની ભીડ

|

Jul 02, 2022 | 11:20 PM

ગુજરાતમાં(Gujarat) જામી રહેલા વરસાદી માહોલ વચ્ચે દ્વારકાના ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયામાં મોજા ઉછળ્યા છે. જેમાં પ્રવાસીઓ કુદરતી નજારાની મોજ માણતા નજરે પડ્યા હતા. જો કે પ્રવાસીઓ આવા સમયે દરિયાથી દુર રહેવાની સલાહનો ફિયાસ્કો જોવા મળે છે.

ગુજરાતમાં(Gujarat) જામી રહેલા વરસાદી(Rain)  માહોલ વચ્ચે દ્વારકાના(Dwarka)  ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક દરિયામાં મોજા ઉછળ્યા છે. જેમાં પ્રવાસીઓ કુદરતી નજારાની મોજ માણતા નજરે પડ્યા હતા. જો કે પ્રવાસીઓ આવા સમયે દરિયાથી દુર રહેવાની સલાહનો ફિયાસ્કો જોવા મળે છે. જેમાં દૂર દૂર સુધી કોઈ સુરક્ષા જવાન કે રેસ્ક્યુ ટીમનો કોઈ સભ્ય નજરે ચડ્યો હતો. તેમજ પ્રવાસીઓ જીવના જોખમે ફોટા પાડતા નજરે પડ્યા હતા. જયારે જિલ્લાના ખંભાળિયા શહેરમાં 6 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે. જ્યારે માંઝા ગામે ભારે વરસાદના કારણે સ્થાનિક નદી બે કાંઠે વહેતી જોવા મળી છે.

વરસાદના કારણે ખેડૂતોમા ખુશીની લહેર જોવા મળી

આ ઉપરાંત ખંભાળિયા પંથકમા ધોધમાર વરસાદ થયો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સ્થાનિક નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જેમાં ભાડથરની સ્થાનિક નદી ગાંડીતૂર બની છે. જેમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમા વરસાદના કારણે ખેડૂતોમા ખુશીની લહેર જોવા મળી છે.  જ્યારે ખંભાળિયાના ભાડથર, ભાટેલ, કેશોદ, સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. તેમજ વરસાદના પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ વાવણી લાયક વરસાદ થી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

Published On - 10:58 pm, Sat, 2 July 22

Next Video