Dwarka: પુરુષોતમ માસમાં પુરુષોતમજી મંદિરમાં વિશેષ સેવા પુજા

|

Jul 30, 2023 | 7:24 PM

નિત્ય શયન આરતી પછી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બ્રાહ્મણો દ્વારા થાય છે. દિવાળી ઉત્સવમાં અન્નકુટની સેવાનો મનોરથ થાય છે. ભગવતગીતા કે વિષ્ણુ સહસ્ત્રમા ભગવાન ને પુરુષોતમ કહ્યા છે. "'યો મામેવ સંમૂઢો, જાનાતિ પુરુષોતમ" પ્રથીત પુરુષોતમ" તો "અધિકસ્ય અધિક ફલં" આ માસમા ગોમતી ઘાટે પુરુષોત્તમજીનો વિશેષ મહિમા હોવાથી ભકતો લાભ લેતા હોય છે.

Dwarka: પુરુષોતમ માસમાં પુરુષોતમજી મંદિરમાં વિશેષ સેવા પુજા
Dwarka Purushutamji Temple

Follow us on

Dwarka: દેવભુમિ દ્રારકા જીલ્લાના યાત્રાધામ દ્રારકામાં અનેક દેવી-દેવતાઓ મંદિરો આવેલા છે. પુરુષોતમ માસમાં (Purushottam Month)ભગવાન પુરુષોતમજીના સ્વરૂપની સેવા-પુજાનો વિશેષ મહત્વ હોય છે. સમગ્ર માસમાં ભગવાન પુરુષોતમજીની સેવા, પુજા, પાઠ, આરતી ભકતો કરતા હોય છે. દ્રારકામાં ગોમતી કિનારે આવેલા પુરુષોતમજીના મંદિરમાં સમગ્ર માસ દરમિયાન વિશેષ સેવા, પુજા, પાઠ, આરતી, ખાસ શણગાર થતા હોય છે. સમગ્ર માસ દરમિયાન આશરે અડધા લાખની વધુ લોકો આ મંદિરમાં દર્શન માટે આવતા હોય છે.

અધિક માસમાં વિશેષ સેવા પુજા

દ્વારકાના ગોમતી ઘાટે બિરાજમાન પુરુષોતમજી સાક્ષાત દ્વારકાધીશજીના નાના સ્વરૂપે બિરાજતાં હોય તેવી વૈષ્ણવોને ઝાંખી થાય છે. દર ૩૨ માસે આવતો પુરુષોત્તમ માસ અધિક માસ તરીકે જાણીતો છે. “અધિકસ્ય અધિક ફલં” આ માસમા કરવામાં આવતું દાન, વ્રત,તપ, જપ, દર્શન અનંતગણુ ફળ આપતુ હોઈ પુરુષોત્તમજી મંદિરમાં માનવ મહેરામણ ઉમટે છે. વિશેષ તો બહેનો ગોમતી સ્નાન પછી ચરણ સ્પર્શ અને પ્રદક્ષિણા કરે છે. વર્ષમા આવતા તમામ ઉત્સવ અહીં ઊજવાય છે. ખાસ કરીને રામ નવમી, નંદ મહોત્સવ અને રુક્ષ્મણી વિવાહ ઉલ્લાસ પૂર્વક ઊજવાય છે.

ફળ, ફુલ, શ્રીફળ, વસ્ત્રો કે રોકડ રકમ દાન રુપે આપતા હોય છે

પુરુષોત્તમજીને નિત્ય અવનવા શણગાર કરતાં ઘનશ્યામભાઈ પુજારી પરીવાર જણાવે છે કે પુરુષોતમજીના મંદિરમાં ખાસ પુરુષોતમ માસમાં મોટી સંખ્યામાં ભકતો જોડાય છે. તેમજ અધિક માસમાં થતા આ વિષેષ ઉત્સવમા સ્થાનિકો કે યાત્રીકો, ભકતો યજમાન તરીકે જોડાયને સેવા આપતા હોય છે. અહીં ફળ, ફુલ, શ્રીફળ, વસ્ત્રો કે રોકડ રકમ દાન રુપે આપતા હોય છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ગોમતી ઘાટે પુરુષોત્તમજીનો વિશેષ મહિમા હોવાથી ભકતો લાભ લેતા હોય છે

નિત્ય શયન આરતી પછી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બ્રાહ્મણો દ્વારા થાય છે. દિવાળી ઉત્સવમાં અન્નકુટની સેવાનો મનોરથ થાય છે. ભગવતગીતા કે વિષ્ણુ સહસ્ત્રમા ભગવાન ને પુરુષોતમ કહ્યા છે. “‘યો મામેવ સંમૂઢો, જાનાતિ પુરુષોતમ” પ્રથીત પુરુષોતમ” તો “અધિકસ્ય અધિક ફલં” આ માસમા ગોમતી ઘાટે પુરુષોત્તમજીનો વિશેષ મહિમા હોવાથી ભકતો લાભ લેતા હોય છે.

દરિયાઇ ભેજવાળા વાતાવરણ વચ્ચે આ મંદિરનુ શિખર કે ઘુમ્મટ ટકી રહ્યું

કેટલાક સ્થાનિકો નિયમિત આખો માસ પુરુષોતમજીના મંદિરે દૈનિક આવતા હોય છે. તો અન્ય શહેરમાં આવતા ભકતો આખા માસ દરમિયાન એક વખત તો પુરુષોતમજીના મંદિરે આવીને દર્શન માત્રથી ધન્યતા અનુભવે છે. સ્કંદ પુરાણના દ્વારકા મહાત્મ્યમાં અનેક મંદિરોનો ઉલ્લેખ છે. તે પૈકીનુ મંદિર પુરુષોત્તમજીનુ માનવામાં આવે છે. દરીયાઈ ભેજવાળા વાતાવરણ વચ્ચે આ મંદિરનુ શિખર કે ઘુમ્મટ ટકી રહ્યું છે.

દ્વારકાના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article