Dwarka : રાહુલ ગાંધીએ કહ્યું કોંગ્રેસને વિચારધારા ગુજરાતમાંથી મળી

|

Feb 26, 2022 | 4:20 PM

.રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં અનેક લોકો હતા જવાહરલાલ નહેરુ ,સરદાર વલ્લભભાઈ પટેલ પરંતુ કોંગ્રેસને વિચારધારા ગુજરાતમાંથી મળી અને મહાત્મા ગાંધીએ વિચારધારા આપી.

દ્વારકા(Dwarka) ખાતે કોંગ્રેસની(Congress)ત્રણ દિવસની ચિંતન શિબિર ચાલી રહી છે.. જેનો આજે બીજો દિવસ છે.. બીજા દિવસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ(Rahul Gandhi)હાજરી આપી. ચિંતન શિબિર પહેલા રાહુલ ગાંધીએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું..રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં અનેક લોકો હતા જવાહરલાલ નહેરુ ,સરદાર વલ્લભભાઈ પટેલ પરંતુ કોંગ્રેસને વિચારધારા ગુજરાતમાંથી મળી અને મહાત્મા ગાંધીએ વિચારધારા આપી. જ્યારે બાકી જે નેતા અને મહાત્મા ગાંધી અનેક ફરક હતો. મારા પરદાદા જવાહરલાલ નહેરુએ મહાત્મા ગાંધી સાથે કામ કરતાં હતા. મે તેમનો મહાત્મા ગાંધી વિષે લખેલો એક પત્ર  વાંચ્યો હતો.

જેમાં તેમણે લખ્યું હતું કે આ મુદ્દા પર મારુ સંપૂર્ણ લૉજિક કહી રહ્યું છે મહાત્મા ગાંધી ખોટા છે અને હું સંપૂર્ણ રીતે સાચો છું. પરંતુ હું અંદરથી જાણું છું કે મારુ મગજ કહી રહ્યું છે તે સાચા છે પણ મારુ મન કહી રહ્યું છે હું ખોટો છું. જે રીતે મે ગાંધીજીનું ઉદાહરણ આપ્યું છે નહેરુજી કહી રહ્યા છે તે લૉજિકલી સાચા છે પરંતુ તે સચ્ચાઈ મહાત્મા ગાંધી જોડે છે.

આ પણ વાંચો : વડોદરા : ગરીબ કલ્યાણ મેળામાં 11,355 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા 247 કરોડથી વધુ રકમની સહાય

આ પણ વાંચો : Banaskantha: પશુપાલકોમાં આનંદ, બનાસ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ પર રૂ.25 નો કર્યો વધારો

Next Video