Dwarka : ઠાકર શેરડી અને પીપળીયા ગામના લોકોએ નવો ચીલો ચીતર્યો, સાથે મળીને સ્વખર્ચે શ્રમદાન કરી માર્ગ બનાવ્યો

|

Jul 22, 2022 | 10:06 PM

દેવભુમિ દ્રારકાના ઠાકર શેરડી ગામે લાંબા સમયથી માર્ગનુ મુશકેલી હતી. અને તે માટે અનેક રજુઆતો પણ કરવામાં આવી. પરંતુ માત્ર આશ્વાસન આપતા તંત્રના ભરોસે નહી રહીને ગામજનો બન્યા આત્મનિર્ભર

Dwarka : ઠાકર શેરડી અને પીપળીયા ગામના લોકોએ નવો ચીલો ચીતર્યો, સાથે મળીને સ્વખર્ચે શ્રમદાન કરી  માર્ગ બનાવ્યો
Dwarka Road Repair

Follow us on

ગુજરાતના (Gujarat) અનેક જિલ્લામાં વરસાદ બાદ અનેક સ્થળોએ રોડ ધોવાવવાના અને તૂટવાની ફરિયાદો સતત જોવા મળી રહી છે. તેમજ લોકો સરકાર અને સ્થાનિક તંત્રને આ રોડનું(Road)  સમારકામ કરવા માટે માંગ કરે છે. જો કે બધા વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડીથી પીપળીયા અને માળી ગામ સુધીનો રસ્તો વરસાદ બાદ ખુબ જ ખરાબ થયો હતો. ત્યારે આ ગામના લોકોએ સરકાર પાસે રોડ રીપેરની માંગ કરવાના બદલે નવો ચીલો ચીતર્યો છે. જેમાં આ ગામના લોકોએ સાથે મળીને નવો  માર્ગ બનાવ્યો છે.

વરસાદ બાદ અનેક જગ્યાએ રસ્તા મુશ્કેલી થતી હોય છે. પરંતુ દેવભુમિ દ્રારકાના(Dwarka) ઠાકર શેરડી ગામે લાંબા સમયથી માર્ગનુ મુશકેલી હતી. અને તે માટે અનેક રજુઆતો પણ કરવામાં આવી. પરંતુ માત્ર આશ્વાસન આપતા તંત્રના ભરોસે નહી રહીને ગામજનો બન્યા આત્મનિર્ભર. થોડા વરસાદ બાદ રસ્તાનુ મુશ્કેલી  વધતા હવે તેની રજુઆતો કરવા કરતા ગામજનો સમસ્યા દુર કરવા આર્થિક સહયોગ આપીને શ્રમદાન કરીને પોતાની લાંબા સમયની સસ્મયાનો ઉકેલ મેળવ્યો.

5 દિવસ, 40 લોકોએ શ્રમદાન કરીને 6 ટ્રેકટર,1 જેસીબી, 1 કટીંગ મશીનથી માર્ગ તૈયાર કર્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડીથી પીપળીયા અને માળી ગામ સુધીનો રસ્તો વરસાદ બાદ ખુબ જ ખરાબ થયો હતો. દર વર્ષે આ માર્ગમાં રસ્તો ના હોવાથી મુશકેલી થાય છે. તે અંગે તંત્રને રજુઆતો અનેક કરવામાં આવી. વખતોવખત રસ્તા માટે આશ્વાસન આપવામાં આવતુ. કરોડના ખર્ચે મંજુર થયેલ રસ્તો તંત્ર દ્રારા ના બનતા લોકો આત્મનિર્ભર બન્યા. બે ગામના ગ્રામજનોએ પોતાની આ સસ્મયા માટે ફંડ એકઠુ કર્યુ. અને 5 દિવસ શ્રમદાન કરીને માર્ગ તૈયાર કર્યો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા જવા માટે પણ અનેક મુશ્કેલીઓ થતી

ચોમાસામાં બીસ્માર માર્ગથી અનેક મુસ્કેશીઓ, દૈનિક અવર-જવર કરનાર વિધાર્થીઓને અભ્યાસ માટે સંધર્ષ.
માર્ગ બિસ્માર હોવાના કારણે ઠાકર શેરડી અભ્યાસ માટે પીપળીયા અને માળી ગામના 220 થી વધુ વિદ્યાર્થી અભ્યાસ માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. ઉપરાંત અન્ય પાંચ ગામને જોડતો માર્ગ હોવાથી દિવસભર વાહનોની અવર-જવર રહેતી હોય છે. ચોમાસામાં માર્ગ પરથી પ્રસાર થવુ મુશ્કેલ બને છે. 7 કિ.મી સુધીના રોડ રસ્તા બીસ્માર હાલતમાં હોવાના કારણે લોકોને હાલાકી પડતી હતી. ખાસ દૈનિક નાના બાળકોને શાળામાં અભ્યાસ માટે અવર-જવર કરવામાં મુશકેલી થતી હતી. તેમજ ખેડૂતોને તેના ખેતરમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા જવા માટે પણ અનેક મુશ્કેલીઓ થતી હતી.

ખંભાળીયા નજીક ઠાકર શેરડી થી પીપળીયા અને માળી ગામ સુધીનો જતો 7 કિ.મી. નો માર્ગ સ્થાનિકોએ પોતાના પોતાના સ્વ ખર્ચે અને શ્રમદાન કરીને તૈયાર કર્યો. 50 જેટલા લોકોએ આર્થિક સહયોગ આપીને અંદાજે અડધા લાખથી વધુનો રકમનો ખર્ચ કર્યો. સાથે સતત 5 દિવસ સુધી 40 જેટલા લોકોએ શ્રમદાન કરીને 6 ટ્રેકટર, 1 જેસીબી, 1 કટીંગ મશીનની મદદથી માર્ગ તૈયાર કર્યો. માર્ગમાં બાવડને દુર કરવા કટીંગ મશીનનો ઉપયોગ કરાયો. તેમજ નાના-મોટા ખાડાઓને દુર કરવા માટે મોરમ, માટી, પથ્થર મુકીને જેસીબીની મદદથી સારો રસ્તો તૈયાર કર્યો.

આ  રસ્તામાં  સિમેન્ટ તો નથી. પરંતુ લાંબા સમયથી માર્ગમાં થતી મુશકેલીઓને સ્થાનિકોએ ટીમ વર્ક કરીને દુર કરી છે. સ્થાનિક ગ્રામજનો, ખેડુતો સાથે મળીને હાલ તો માર્ગ તૈયાર કરીને ચોમાસામાં થતી મુશકેલીનો અંત મેળવ્યો છે. પરંતુ આવી મુશકેલીના કાયમી અંત માટે તંત્ર આશ્વાસન કે વહીવટી પ્રક્રિયા બાદ વાસ્વતવમાં રોડ બનાવવાની કામગીરી કરે તો આવી સમસ્યાનો કાયમી ઉકેલ આવે.

Published On - 10:05 pm, Fri, 22 July 22

Next Article