Dwarka : વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ, જગત મંદિર પર ત્રાટકી વીજળી, જુઓ Live Video

|

Jul 13, 2021 | 7:20 PM

દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ નોંધાયો હતો. ત્યારે દ્વારકા જગત મંદિર પાસે વીજળી પડવાના દ્રશ્યો સામે આવ્યા છે. વીજળી દ્વારકાધીશના શિખર ધ્વજ પર પડતા ધ્વજા ખંડિત થઈ હતી.

Dwarka : દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ નોંધાયો હતો. ત્યારે દ્વારકા જગત મંદિર પાસે વીજળી પડવાના દ્રશ્યો સામે આવ્યા છે. વીજળી દ્વારકાધીશના શિખર ધ્વજ પર પડતા ધ્વજા ખંડિત થઈ હતી. દ્વારકાધીશ મંદિર શિખર ધ્વજ પર વિજળી પડયાનો વિશેષ વીડિયો સામે આવ્યો છે.

 

આ તરફ દેવભૂમિ દ્વારકાના ગ્રામ્ય પંથકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ભાટીયા ગોકલપર ગામના ખેતરોમાં પાણી ભરાયા છે. અહીં 2 કલાકમાં 3 ઇંચ વરસાદથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વાવણીલાયક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે.

દેવભૂમિ જીલ્લાના રાણ ગામમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. અહીં, ભારે પવન સાથે વરસાદમાં વૃક્ષો ધરાશાયી થયા છે. આ સાથે લગ્નનો મંડપ પણ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પંથકમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ભાટિયાની મુખ્ય બજારોમાં ગોઠણ સમા પાણી વહેતા થયા હતા. ધમાકેદાર વરસાદથી ચારે તરફ પાણી ફરી વળ્યા હતા. અહીં, બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ પાણી ફરી વળ્યા હતા.

Next Video