Dwarka : કલ્યાણપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે નારી સંમેલન યોજાયું, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

|

Mar 08, 2022 | 10:21 PM

મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ-ચેક વિતરણ તથા વ્હીલી દીકરી યોજના, આંગણવાડી કાર્યકર(તેડાગર), ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અને માતા યશોદા એવોર્ડના લાભાર્થીઓને એવોર્ડ, મંજૂરી આદેશ તથા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Dwarka : કલ્યાણપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે નારી સંમેલન યોજાયું, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું
Dwarka International Womens Day Celebration

Follow us on

ગુજરાત(Gujarat)  રાજ્ય મહિલા આયોગ-ગાંધીનગર, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહિવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે આહિર સમાજ વાડી જામ-કલ્યાણપુર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ રાજીબેન મોરીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની(International Women’s Day)  ઉજવણી અને નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ચ્યુઅલ માધ્યમ થકી રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયોજીત આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા પણ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમ થખી સખી વન સ્ટોપ સેન્ટર દેવભૂમિ દ્વારકાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સરકારી વકીલ સુમિત્રા વસાવાએ મફત કાનૂની સહાય, પોક્સો એક્ટની સમજણ, કામકાજના સ્થળે જાતિય સતામણી, દહેજ પ્રતિબંધક ધારા હેઠળની જોગવાઈઓ તથા અભયમ્ હેલ્પલાઈન ફોન નંબર 181  મહિલા આયોગ હેલ્પલાઈન નંબર 1800 – 233 – 1111 વિશે ઉપસ્થિતોને સમજણ આપી હતી.

નારીના સર્જન થકી જ આ પૃથ્વી પર પ્રકૃતિ સંપૂર્ણ બની

કલ્યાણપુર મહિલા મોરચાના પ્રમુખ વનિતા ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, નારી એ નારાયણી છે કારણ કે નારી વિશ્વનું શ્રેષ્ઠ પાત્ર છે, જે જીવનમાં દિકરી, માતા, પત્નિ જેવા અનેક પાત્રો ભજવે છે. નારીના સર્જન થકી જ આ પૃથ્વી પર પ્રકૃતિ સંપૂર્ણ બની છે. તેમણે આજના સમયમાં નારીને પુરુષ સમોવળી બની આગળ વધવાની જરૂર છે તેમ પણ ઉમેર્યુ હતું.મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન પ્રતાપ પીંડારીયાએ આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહિલાઓનો આભાર વ્યક્ત કર્યો હતો

કોરોના વોરીયર્સ મહિલાઓને  પ્રમાણપત્ર અને કીટ વિતરણ

તેમજ નારીઓને શિક્ષિતબની જીવનમાં પ્રગતિ કરવા માટે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે હિંસાથી પીડીતોની સેવા બદલ સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ અને મહિલા અભયમ્ 181 ની ટીમ તથા મહિલાઓને સલાહ-સુચન અને માનસિક હુંફ પુરી પાડવા બદલ પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટર તેમજ રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર ખેલાડી મહિલાઓ, કોરોના વાયરસના સમયગાળા દરમ્યાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરીયર્સ મહિલાઓનું પ્રમાણપત્ર અને કીટ વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સાત સેવાઓના સ્ટોલનું આયોજન પણ કરવામાં આવ્યું

આ ઉપરાંત મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ-ચેક વિતરણ તથા વ્હીલી દીકરી યોજના, આંગણવાડી કાર્યકર(તેડાગર), ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અને માતા યશોદા એવોર્ડના લાભાર્થીઓને એવોર્ડ, મંજૂરી આદેશ તથા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ત્તકે આઈ.સી.ડી.એસ.વિભાગની પૂરક પોષણ, રસીકરણ, આરોગ્ય તપાસ, આરોગ્ય પોષણ શિક્ષણ, સંદર્ભ સેવાઓ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને દૂધ સંજીવની જેવી સાત સેવાઓના સ્ટોલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું..

આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન સંજય નકુમ, તાલુકા પંચાયતના પ્રમુખ નગા ગાધેર, કાર્યપાલક ઈજનેર વાયડા, કલ્યાણપુર મામલતદારશ્રીઅને તાલુકા વિકાસ અધિકારી તથા અગ્રણી વી.ડી.મોરી, વિક્રમભાઈ બેલા, મહિલા અગ્રણી પૂનમ બેલા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ તથા આંગણવાડી કાર્યકર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ, મહિલા વિકાસ પુરસ્કાર એનાયત કરાયા

આ પણ વાંચો : સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 23 વર્ષથી ચહેરાનો દેખાવ બદલીને ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

Next Article