Dwarka: ભારે વરસાદના પગલે ખંભાળિયા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા

|

Sep 05, 2021 | 6:11 PM

ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તેમજ ગ્રામીણ વિસ્તાર હરિપર, સલાયામાં પણ વરસાદ પડી રહ્યો છે. વરસાદ આગમનથી નગરજનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

ગુજરાતના બીજા રાઉન્ડના વરસાદમાં રવિવારે દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તેમજ ગ્રામીણ વિસ્તાર હરિપર, સલાયામાં પણ વરસાદ પડી રહ્યો છે. વરસાદ આગમનથી નગરજનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

આ ઉપરાંત ખંભાળિયા તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ રહેતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પાંચ દિવસથી વરસાદ પડતા ખેડૂતોના મગફળીના પાકને મળશે ફાયદો થશે. તેમજ વરસાદ પડતા ખેડૂતોને હજી સારો વરસાદ થવાની આશા બંધાઇ છે. ચાલુ સિઝનમાં સારો વરસાદ પડશે તો રવિ પાક પણ ફાયદો મળશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી છે.

આ પૂર્વે વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જયારે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા હળવી બની છે.

ગુજરાતમાં  આગામી ત્રણ દિવસમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં આગામી 7 તારીખથી ગુજરાતમાં ફરી વધશે વરસાદનું જોર વધી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે 7 સપ્ટેમ્બરથી રાજ્યમાં નોંધપાત્ર વરસાદ પડવાની સંભાવના છે. જયારે હવામાન વિભાગે 7 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

ગુજરાત રાજ્યમાં ફરી વરસાદનું જોર ઘટ્યું છે. જેમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ સૌથી વધુ દ્વારકામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં માણાવદર, વંથલી અને ધાનેરામાં પણ દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 49.62 ટકા વરસાદ ખાબક્યો છે.

આ  પણ વાંચો : Teacher’s Day : શિક્ષણ સાથે શાકભાજી પકવવાની તાલીમ અને પોષણયુક્ત આહારની સમજ આપતા અનોખા શિક્ષક

આ પણ  વાંચો : જાણો નેશનલ ટીચર્સ અવોર્ડ વિજેતા રાજકોટના શિક્ષક વનિતાબેન રાઠોડ અને તેમની સિદ્ધીઓ વિશે

Published On - 6:03 pm, Sun, 5 September 21

Next Video