Dwarka Declaration : કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી 2022માં 125 બેઠક જીતવા બ્લૂ પ્રિન્ટ બનાવી, પ્રજાહિતના 12 મુદ્દાનો સંકલ્પ કર્યો

|

Feb 27, 2022 | 11:53 PM

ગુજરાતમાં કોંગ્રેસે ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં ખેડૂતોના દેવા માફ અને વિજળી બિલ હાફ કરવાનું વચન આપ્યું. તો મહિલાઓને કનડતો મોંઘવારીનો પ્રશ્ન દૂર કરવા ગેસનો બાટલો માત્ર 500 રૂપિયામાં જ મળશે તેવી વાત કરી. આ સાથે સરકારી નોકરીના તમામ મંજૂર મહેકમ ભરવાનો વાયદો કર્યો.

Dwarka Declaration : કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી 2022માં 125 બેઠક જીતવા બ્લૂ પ્રિન્ટ બનાવી, પ્રજાહિતના 12 મુદ્દાનો સંકલ્પ કર્યો
Gujarat Congress Chintan Shibir At Dwarka

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election ) 2022નો જંગ જીતવા કોંગ્રેસે(Congress) પ્રજાહિતના 12 મુદ્દાનો સંકલ્પ કર્યો છે. જેમાં પવિત્ર દેવભૂમિ દ્વારકામાં(Dwarka)  કોંગ્રેસના આગેવાનોએ ત્રણ દિવસના મેરેથોન મંથનને અંતે 125 બેઠક અંકે કરવાની બ્લૂપ્રિન્ટ બનાવી.કોંગ્રેસનું મુખ્ય ફોક્સ ખેડૂતો, મોંઘવારી અને બેરોજગારી દૂર કરવા પર રહેશે. કોંગ્રેસે ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં ખેડૂતોના દેવા માફ અને વિજળી બિલ હાફ કરવાનું વચન આપ્યું. તો મહિલાઓને કનડતો મોંઘવારીનો પ્રશ્ન દૂર કરવા ગેસનો બાટલો માત્ર 500 રૂપિયામાં જ મળશે તેવી વાત કરી. આ સાથે સરકારી નોકરીના તમામ મંજૂર મહેકમ ભરવાનો વાયદો કર્યો..,, દરેક તાલુકા દીઠ આરોગ્ય અને શિક્ષણ સુવિધા વધારવા પર ફોક્સ કરાશે. તાલુકા મથકે મહાત્મા ગાંધી મોડેલ શાળા બનાવવાનું વચન આપ્યું..,, અને આરોગ્ય સુવિધા વધારવાની, આરોગ્ય સ્ટાફની ભરતી કરવાનો વાયદો આપ્યો.

રાંધણ ગેસ સિલિન્ડરલની કિંમત રૂપિયા 500 થી વધુ ન ચુકવવી પડે તે સુનિશ્વિત કરાશે.

આ ઉપરાંત કોંગ્રેસની ચિંતન શિબિરમાં કોરોના મૃતકોના સગાને 4 લાખની સહાય અને પરિવારદીઠ એકને સહકારી નોકરી આપવાનો સંકલ્પ રજૂ કરાયો. કોંગ્રેસે 2004ની જૂની પેંશન યોજના ફરી એકવાર લાગુ કરવાનો પણ વાયદો આપ્યો છે.કોંગ્રેસ પક્ષની ત્રણ દિવસની દ્વારકા ચિંતન શિબિરમાં પ્રજાને પડતી મશ્કેલી – પ્રવર્તમાન સ્થિતિ પર વિસ્તૃત જુથ ચર્ચા બાદ સમસ્યા અને કોંગ્રેસ પક્ષનો અભિગમ – દ્વારકા સંકલ્પ પત્ર જાહેર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, મોંઘવારીમાંથી મુક્તિ આપવા માટે રાંધણ ગેસ સિલિન્ડરલની કિંમત રૂપિયા 500 થી વધુ ન ચુકવવી પડે તે સુનિશ્વિત કરાશે.

રોજગાર લક્ષી શિક્ષણની અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે

શિક્ષણના વ્યાપારીકરણ થકી થતા શોષણમાંથી વાલીઓને મુક્તિ આપવા માટે પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી “મહાત્મા ગાંધી શિક્ષણ સંકુલ” મોડલ શિક્ષણ સંકુલ સ્થાપવામાં આવશે. કન્યાઓ માટે સ્નાતક સુધી શિક્ષણ મફત આપવામાં આવશે. શિક્ષણનો અધિકાર કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. રોજગાર લક્ષી શિક્ષણના અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ખેતીના ઓજારો, ખાતર, બિયારણ,  પરનો GST રદ કરવા કેન્દ્ર સરકાર પર દબાણ કરાશે

વર્તમાન સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે દેવાદાર બનેલા ખેડૂતોને શોષણમાંથી મુક્તિ આપવા, “ખેડૂતના દેવા માફ અને વીજળી બીલ હાફ” યોજના અમલ કરવામાં આવશે, વર્તમાન જમીનમાપણી તાત્કાલિક ધોરણે પહેલી કેબીનેટ મીટીંગમાં રદ કરવામાં આવશે, તમામ ખેતપેદાશોની ચુસ્તપણે ટેકાના ભાવે (MSP) ખરીદી કરવામાં આવશે, દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર પાંચ રૂપિયા સબસીડી આપવામાં આવશે, ખેતીના ઓજારો, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ પરનો GST રદ કરવા કેન્દ્ર સરકાર પર દબાણ કરાશે.

ત્રિરંગા કલીનીક’ સ્થાપવામાં આવશે

રાજ્યની કથળી ગયેલ આરોગ્ય સેવાને સુદ્રઢ કરવા માટે સમગ્ર રાજ્યના તમામ PHC, CHC સરકારી દવાખાનાનું આધુનિક અને પર્યાપ્ત સુવિધાઓ સાથે નવીનીકરણ કરવામાં આવશે, તમામ સ્તરે ડોક્ટરો, સુપર સ્પેશ્યાલીટી ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ ભરતી કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં વોર્ડ કક્ષાએ “સેવા, નિદાન, સારવાર” આપતા ‘ત્રિરંગા કલીનીક’ સ્થાપવામાં આવશે, કોવિડના તમામ મૃતક પરિવારજનોને ચાર લાખની સહાય તુરંત પૂરી પાડવામાં આવશે,

આ પણ વાંચો : સુરત : એક મહિલા રીક્ષામાં દાગીના ભરેલી બેગ ભુલી જતા રીક્ષા ચાલક બેગ લઈ થઈ ગયો ગાયબ

આ પણ વાંચો : Surat : યુક્રેનમાં ફસાયેલ 6 વિદ્યાર્થીઓ પરત આવતા વાલીઓના આંખમાં આંસુ, વિદ્યાર્થીઓનું ગુલાબનું ફુલ આપી સ્વાગત કરાયું

 

Published On - 4:25 pm, Sun, 27 February 22

Next Article