Dwarka: જિલ્લામાં કોરોના બાદ Mucormycosisનું સંકટ, વધુ 12 કેસ નોંધાયા

|

Jun 13, 2021 | 6:52 PM

Dwarka : કોરોનાની બીજી લહેરનાં (Second Wave) પ્રકોપ બાદ વધુ એક બ્લેક ફંગસ નામની બિમારીએ (Disease) માથું ઉંચક્યું છે, દ્વારકા જીલ્લામાં મ્યુકોરમાઈકોસિસનાં વધુ બાર કેસ સામે આવ્યા છે.

Dwarka: કોરોનાની બીજી લહેરના (Corona Second Wave) પ્રકોપ બાદ વધુ એક બ્લેક ફંગસ નામની બિમારીએ (Disease) માથું ઉંચક્યું છે, દ્વારકા જીલ્લામાં મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) ના વધુ 12 કેસ સામે આવ્યા છે. સામાન્ય રીતે કોરોના સંક્રમિત દર્દીઓમાં બ્લેક ફંગસ (Black Fungus) નામની બિમારી જોવા મળે છે.

 

કોરોનાથી પણ વધારે ઘાતક ગણાતી મ્યુકોરમાઈકોસિસ નામની બિમારીને(Disease) કારણે ઘણા લોકોએ આંખ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. ત્યારે  વધતા મ્યુકરમાઈકોસિસના કેસોને ધ્યાનમાં રાખીને રાજકોટ (Rajkot) સહિત અનેક શહેરોમાં અલગ વોર્ડ(Ward) ઉભા કરવામાં આવ્યા છે.

 

 

દ્વારકા જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના વધુ 12 કેસ નોંધાયા છે, જેમાં ખંભાળિયા (Khambhaliya) તાલુકામાં 4 કેસ, દ્વારકા તાલુકામાં 2 કેસ જ્યારે કલ્યાણપુર અને ભાણવડ તાલુકામાં 3 – 3 કેસ નોંધાયા છે.

 

અત્યાર સુધીમાં દ્વારકા જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 28 કેસમાંથી એક દર્દીનું મોત થયું છે. મ્યુકોરમાઈકોસિસના તમામ દર્દીઓ હાલ જામનગરની(Jamnagar) જીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે મ્યુકોરમાઈકોસિસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સહિત અનેક રાજ્યોએ બિમારીને મહામારી જાહેર કરી છે.

 

આ પણ વાંચો: Ahmedabad મેડિકલ એસોસિએશનના તબીબોની મહત્વની બેઠક યોજાઈ, કોરોનાની બીજી લહેરમાં રહેલી ખામીઓ બાબતે ચર્ચા થઇ

 

આ પણ વાંચો: Ahmedabad : કોરોનાકાળમાં પણ હોસ્પિટલોમાં થઇ ઉઘાડી લૂંટ, ગ્રાહક સુરક્ષામાં 40થી વધુ નોંધાઇ ફરિયાદ

Published On - 6:51 pm, Sun, 13 June 21

Next Video