Devbhumi Dwarka: ખંભાળીયા તાલુકાના 70થી વધુ ખેડૂતોએ ખાનગી કંપની વિરૂદ્ધ યોગ કરી અનોખો વિરોધ દર્શાવ્યો

|

Jun 30, 2021 | 4:54 PM

Farmer Protest: ખેડૂતોના ઉભા પાકમાં કંપનીએ ટ્રેકટર ચલાવી પાકને અને જમીનને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. જમીન માપણીની ભૂલોના કારણે નોટિસ બીજાને અને પોલ બીજાના ખેતરમાં ઉભા કરી હોવાની ઘટના બની છે.

Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક જામખંભાળિયામાં (Jamkhambhaliya) ખેડૂતોએ (Farmers) અનોખી રીતે વિરોધ કર્યો છે. 70થી વધુ ખેડૂતોએ ખાનગી કંપની વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો. દ્વારકાના ભટ્ટગામથી કચ્છના ભચાઉ લકડીયા સુધી ખાનગી કંપની JKTL દ્વારા ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે.

 

ખેડૂતોના ઉભા પાકમાં કંપનીએ ટ્રેકટર ચલાવી પાકને અને જમીનને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. ખેડૂતોને કોઈપણ રીતે જાણ કર્યા વગર કામ કર્યું છે. જમીન માપણીની ભૂલોના કારણે નોટિસ બીજાને અને પોલ બીજાના ખેતરમાં ઉભા કરી હોવાની ઘટના બની છે. જે અંગે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

 

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક જામખંભાળિયામાં ખેડૂતોના મુદ્દા સરકાર સાંભળતા ન હોવાના કારણે 70થી વધુ ખેડૂત એકઠા થઈ યોગ કરી વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા ખેતરો અને વાડીઓમાં વીજ પોલ ઉભા કરવાના મુદ્દે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. ખંભાળીયા તાલુકાના તરગળી ગામ સહિત આસપાસના 8થી વધુ ગામોના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. શક્તિનગર, કનડોલા, ધરમપુર, કોટા, કોલવા, ભટ્ટગામ સહિતના ગામોના લોકો વિરોધમાં જોડાયા હતા.

 

ખેડૂતોના ખેતરમાં વિજપોલ ઉભા કરવા કોઈ નોટિસ અપાઈ નથી અને કેટલાક ખેતરોમાં ઘર અને કુવા નજીક વિજપોલ ઉભા કરવામાં આવે છે, જે નિયમ વિરુદ્ધ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. વાવણી સમયે પોલીસ દ્વારા બળપ્રયોગ કરી વીજપોલ ઉભા કરાવવામાં આવતો હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

 

આ સાથે જ જણાવ્યું હતું કે ખેડૂત વિકાસનો વિરોધી નથી, પરંતુ ખેડૂતોની કપાતમાં જતી મહામૂલી જમીન સામે યોગ્ય વળતર મળે એ જરૂરી છે. ખેડૂત ચણા મમરાના ભાવે જમીન આપવા ક્યારેય તૈયાર નહીં થાય. આ  માટે છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોએ લડત કરવાનો આજની મિટિંગમાં નિર્ધાર કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: DAKOR : ભગવાન રણછોડરાયજી મંદિરમાં આશીર્વાદ મફત મળશે, પણ પ્રસાદ મોંઘો મળશે

Next Video