યાત્રાધામ દ્વારકામાં (Dwarka) આખલાનો આતંક સામે આવ્યો છે. રસ્તા પર બાખડેલા બે આખલાએ અનેક લોકોને ઝપેટમાં લઈ લીધા હતા. શનિવારે ઘટેલી આ ઘટનાનો વીડિયો અત્યારે સામે આવ્યો છે.
Ad
દેવભૂમિ દ્વારકામાં આખલા યુદ્ધ
Follow us on
ગુજરાતમાં (Gujarat)મોટા શહેરોમાં આખલાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એકવાર દેવભૂમિ દ્વારકાના (Devbhumi Dwarka) આખલાના આતંકનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બે આખલા સીધા ફુલેકામાં જ ઘુસી જતા દેખાય છે. દ્વારકાધીશની ધ્વજા લઇને જઇ રહેલા લોકોને જ આખલાએ અડફેટે લીધા હતા. એટલુ જ નહીં યુદ્ધે ચઢેલા આ આખલાએ અનેક લોકોને અડફેટે લીધા હતા. આખલાઓને (bull fight ) યુદ્ધે ચઢેલા જોઇને લોકોમાં નાસભાગ પણ મચી ગઇ હતી.
યાત્રાધામ દ્વારકામાં આખલાનો આતંક સામે આવ્યો છે. રસ્તા પર બાખડેલા બે આખલાએ અનેક લોકોને ઝપેટમાં લઈ લીધા હતા. શનિવારે ઘટેલી આ ઘટનાનો વીડિયો અત્યારે સામે આવ્યો છે. જેમાં બે આખલા વચ્ચે જામેલું યુદ્ધ અને લોકોની ભાગમભાગ જોઈ શકાય છે. શનિવારે દ્વારકામાં હજારો સંખ્યામાં રબારી સમાજના લોકો દ્વારકાધીશની ધજા લઈને ધામધૂમથી જગત મંદિરે જઈ રહ્યા હતા. ઈસ્કોન મંદિર પહોંચતા જ કકરાસકુંડ પાસે બે આખલાનું યુદ્ધ જામતા ફુલેકામાં દોડધામ મચી ગઈ હતી. ફુલેકામાં આવેલા લોકોએ બચવા માટે દોડાદોડી કરી હતી. છતાં અનેક લોકોને આખલાએ ઝપેટમાં લઈ લીધા હતા. લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા.
મહત્વનું છે કે દ્વારકા દેશનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં દરરોજ હજારો લોકો આવતા હોય છે. તેમ છતાં તંત્ર તરફથી સુરક્ષાનું ધ્યાન રાખવામાં ન આવતું હોય તેમ લાગી રહ્યું છે. જો આવી જ રીતે આખલાઓ બાખડતા હોય તો યાત્રાળુઓની સુરક્ષાનું શું? તે એક મોટો સવાલ છે. હાલમાં તો આ ઘટનામાં કોઇ મોટી જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. જો કે આખલાના આતંકના પગલે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટના જેતપુરમાં પણ આખલાનો આતંક
તો બીજી તરફ રાજકોટના જેતપુરના બસ સ્ટેન્ડ રોડ પર પણ આખલાનો આતંક જોવા મળ્યો. બસ સ્ટેન્ડથી તાલુકા પંચાયત પાસે બે આખલા વચ્ચે યુદ્ધ જોવા મળ્યુ. બંને આખલા વચ્ચે રોડ પર જ બાખડ્યા હતા. જે પછી સ્થાનિકોએ આખલાઓને ભગાડવા પાડ્યા હતા.