દ્વારકા નજીકના શિવરાજપુર બીચ ખૂબ પ્રખ્યાત છે તેમજ દેશવિદેશના પ્રવાસીઓ દ્વારકાના દર્શન કરવા માટે આવે છે ત્યારે ત્યારે હવે ગુજરાતની કેબિનેટે દ્વારકા કોરિડોરને મંજૂરી આપતા હવે દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવાવમાં આવશે. દ્વારકા કોરિડોરના વિકાસ અંતર્ગત દ્વારકાધીશ મંદિર માટે પ્રખ્યાત શહેરમાં 3D ઇમર્સિવ એક્સપિરિયન્સ ઝોન અને શ્રીમદ ભગવદ્ ગીતા અનુભવ ક્ષેત્ર પણ વિકસાવવામાં આવશે.
વિશ્વની સૌથી ઊંચી કૃષ્ણ પ્રતિમા ગુજરાતના દ્વારકામાં બનાવવામાં આવશે. ગુજરાત સરકારે ગુરુવારે કેબિનેટમાં જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા કોરિડોરના ભાગરૂપે દ્વારકા શહેરમાં ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવશે. તેના પ્રથમ તબક્કાનું કામ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થવાની ધારણા છે. આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠક બાદ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ જાહેરાત કરી હતી. પટેલ રાજ્ય સરકારના પ્રવક્તા પણ છે.
ઋષિકેશ પટેલે પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે આ પ્રદેશને પશ્ચિમ ભારતનું સૌથી મોટું ધાર્મિક કેન્દ્ર બનાવવા માટે દેવભૂમિ દ્વારકા કોરિડોર વિકસાવવાનું નક્કી કર્યું છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં અમે એક વ્યુઇંગ ગેલેરી બનાવવાનું પણ આયોજન કરી રહ્યા છીએ જ્યાંથી લોકો પ્રાચીન દ્વારકા શહેરના અવશેષો જોઈ શકે. અમે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ભૂમિપૂજન કર્યા બાદ પ્રથમ તબક્કાનું કામ શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ.
ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં અમે એક વ્યુઈંગ ગેલેરી બનાવવાનું પણ આયોજન કરી રહ્યા છીએ જ્યાંથી લોકો પ્રાચીન દ્વારકા શહેરના અવશેષો જોઈ શકે. અમે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ભૂમિપૂજન કર્યા બાદ પ્રથમ તબક્કાનું કામ શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ.
ગુજરાતનું દ્વારકાધીશ મંદિર હિંદુઓનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહિયાં ભગવાન દ્વારકાધીશની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેનો અર્થ તે દ્વારકાના રાજા છે. દ્રાપર યુગમાં તે ભગવાન કૃષ્ણની તે રાજધાની હતી. આ મંદિરમાં ધ્વજા પૂજનનું વિશેષ મહત્વ રહ્યું છે. દેશવિદેશના પ્રવાસીઓ દ્વારકા મંદિરના દર્શન કરવા માટે આવે છે. દ્વારકામાં સાત માળનું પૌરાણિક મંદિર છે અને ભગવાન શ્રીકૃષ્ણના સમયના અવશેષો અહીં જળવાયેલા છે.