દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)જિલ્લામાં વરસાદે પગરણ માંડી દીધા હતા અને સતત બે દિવસથી વરસી રહેલા વરસાદથી ખેડૂતે ખુશખુશાલ થઇ ઉઠ્યા છે. વરસાદે બે દિવસ પહેલા જિલ્લામાં ધમાકોદાર એન્ટ્રી કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા(Khambhaliya) ઓખામાં અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ વરસાત સર્વત્ર ઠંચક વ્યાપી ગઈ હતી અને નદી નાળા છલકાઈ ગયા હતા. જિલ્લામાં થયેલા વરસાદને પગલે ઓખા, ભાણવડ અને કલ્યાણપુર સહિતના પંથકમાં ખેડૂતો(Farmers)એ જણાવ્યું હતું કે આટલો વરસાદ વાવણી માટે પૂરતો છે અને તેઓ હવે વાવણી માટેની શરૂઆત કરી શકે છે. સામાન્ય રીતે ભીમ અગિયારસથી ખેડૂતો વાવણીની શરૂઆત કરતા હોય છે અને તે સમયની આસપાસ વરસાદ આવતા જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ ઉતર્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતુ.
જિલ્લાના ભાણવડ, બેરજા, કલ્યાણપુર, માળી, લિંબડી(દ્વારકા- કલ્યાણપુરનું)માં તેમજ ખંભાળિયા,ઓખા અને મીઠાપુર, હંજડાપર,સુરજકરાડી, ગોલણ, મોટા આસોટા, વિરપર, મેવાસા,ભાણવડ શહેર અને બરડા ડુંગરમાં માં પણ વાવણીલાયક વરસાદ થયો હતો. દ્વારકાના ખંબાળિયા શહેરમાં સતત બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને વરસાદ શરૂ થવાના થોડા સમય બાદ મુખ્ય માર્ગો પર પાણી વહી નીકળ્યું હતું. ખંભાળિયાના સોની બજાર, લુહારશાળ સહિતના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા , તો ગ્રામ્ય વિસ્તારનાના નાના તળાવ, નદીઓ અને નાળા પણ પાણીથી છલકાઈ ગયા હતા. જેના પરિણામે લોકોને અવરજવરમાં પણ તકલીફ ઉભી થઈ હતી.
દેવભૂમિ દ્વારકામાં વરસાદને પરિણામે દ્વારકા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા. એક તરફ પ્રવાસીઓ આ વાતાવરણને જોઈને ખુશ થઈ ગયા હતા. તો કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પણ કરવો પડયો હતો. દ્વારકામાં 14 તારીખના રોજ વરસેલા વરસાદને પગલે રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. જોકે બે દિવસ વરસેલા વરસાદથી ખેડૂતો માટે જમીન વાવણી લાયક બની ગઈ છે.