Devbhoomi Dwarka: દ્વારકાધિશના દર્શને પહોંચી રહ્યા છે પગપાળા સંઘ, ફૂલડોલોત્સવ માટે 1500 પોલીસ જવાનો ખડેપગે

|

Mar 05, 2023 | 4:02 PM

જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને  ડીવાય એસ. પી. સમિર શારડાના માર્ગદર્શન  હેઠળ દ્વારકા શહેરમાં આજથી જુદી જુદી જગ્યાએ 1500 જેટલા પોલીસ જવાનો ખડેપગે રહેશે, જેથી દર્શનાર્થીઓ સરળતાથી દ્વારિકાધીશના દર્શન કરી શકે, તેમજ યાત્રાધામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

Devbhoomi Dwarka: દ્વારકાધિશના દર્શને પહોંચી રહ્યા છે પગપાળા સંઘ, ફૂલડોલોત્સવ માટે 1500 પોલીસ જવાનો ખડેપગે

Follow us on

હોળી ધુળેટીનું પર્વ નજીક છે ત્યારે જય દ્વારકાધીશ, જય રણછોડ, જય ઠાકરનો જયઘોષ સાથે ગામે ગામથી ભાવિકજનોના પગપાળા સંઘ દ્વારિકા પહોંચી રહ્યા છે. પદયાત્રિક ભક્તો ડીજેના તાલ સાથે તો ક્યાંક ઢોલ અને ખંજરી અને કરતાલ સાથે નાચતા કૂદતા અને ભજન ગાતા ગાતા દ્વારિકાધીશના શરણે પહોંચી રહ્યા છે.

વિવિધ સેવાકેમ્પ દ્વારા સેવાભાવિ લોકો પદયાત્રીઓ માટે ચા- પાણી, નાસ્તા, આઈસ્કીમ, ઠંડા પીણા, આરોગ્ય સેવા , ફળો, ભોજન વગેરે આપવાની સેવા કરી રહ્યા છે.

યાત્રાધામ દ્વારકા પોલીસ બંદોબસ્તની છાવણીમાં ફેરવાયું

હોળી-ફુલડોલ ઉત્સવ ઉજવવા લાખો શ્રધ્ધાળુઓ દ્વારકા દર્શનાથે આવાના હોવાથી અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને ડી.વાય એસ. પી. સમિર શારડાના માર્ગદર્શન હેઠળ દ્વારકા શહેરમાં આજથી જુદી જુદી જગ્યાએ 1500 જેટલા પોલીસ જવાનો ખડેપગે રહેશે, જેથી દર્શનાર્થીઓ સરળતાથી દ્વારિકાધીશના દર્શન કરી શકે, તેમજ યાત્રાધામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યાત્રિકોની સલામતી માટે રૂપે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

પાવન નગરી દ્વારકામાં વિવિધ ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. હોળીનો તહેવાર પણ આસ્થા ઉમંગથી ઉજવવામાં આવે છે. હોળાષ્ટક પ્રારંભ થતાથી ફાગણની પૂનમ સુધી લાખો ભકતો દુર-દુરથી ચાલીને દ્વારકા પહોંચે છે અને ભગવાન સાથે હોળી ઉત્સવ ઉજવે છે. લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ચાલીને દ્વારકા આવતા હોય છે. લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ 5 કિમીથી 500 કીમી સુધી ચાલીને દ્વારકા જતા હોય છે.

હાલમાં દ્વારકાના રસ્તા જય રણછોડના નાદથી ગુંજી રહ્યા છે. 1થી 20 દિવસ સુધીનો પ્રવાસ ચાલીને પૂર્ણ કરીને ભકતો દ્વારકા પહોંચતા હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભકતો ચાલીને જતા હોય છે. ભકતોને અતુટ આસ્થા દ્વારકાધીશ પર છે, તેમને કોઈ મુશ્કેલી પડતી નથી,કે નથી ચાલવાના થાક લાગતો. મિત્ર, પરિવાર, સંબંધ સાથે લોકો ચાલી દ્વારકા જતા હોય છે. કેટલાક પદયાત્રીના સંઘ દર વર્ષે એક સાથે દ્વારકા ચાલીને જતા હોય છે.

 

વિથ ઇનપુટ: મનીષ જોશી, દ્વારકા ટીવી9

Next Article