દેવભૂમિ દ્વારકા : ધરમપુર ગામના તલાટી મંત્રીની બદલીથી રોષ, કલેક્ટરને આવેદન આપી બદલી રોકવા કરી માગ

વિધાનસભામાં ધારાસભ્યએ તલાટી મંત્રી પર ગ્રામપંચાયત કચેરીમાં દારૂ પીવા નો આક્ષેપ કર્યો હતો. અને વાસ્મો યોજનામા ગોટાળો કર્યાનો આક્ષેપ કરાયો હતો. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે.

દેવભૂમિ દ્વારકા : ધરમપુર ગામના તલાટી મંત્રીની બદલીથી રોષ, કલેક્ટરને આવેદન આપી બદલી રોકવા કરી માગ
Devbhoomi Dwarka: Anger in Satwara community over change of Talati of Dharampur village
| Edited By: | Updated on: Mar 16, 2022 | 5:53 PM

દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)જિલ્લાના ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા વિધાનસભા સત્રમાં ધરમપુર ગામના (Dharampur village)તલાટી મંત્રી (Talati Mantri)વિરુદ્ધ પગલાં લેવા પ્રહાર કર્યા હતા. જેને લઈને તલાટી મંત્રીની બદલી (Transfer)કરી નાખતા ખંભાળિયા વિધાનસભા ક્ષેત્રના સતવારા સમાજે આક્રોશ વ્યક્ત કર્યો. સાથે મોટી સંખ્યામાં રેલી યોજીને સતવારા સમાજના (Satwara Samaj)13 લોકોને ભાજપએ આપેલા હોદ્દાઓને ત્યાગ કરવાની તૈયારી દર્શાવી છે. અને ધારાસભ્ય વિક્રમ માડમે કરેલા આક્ષેપ પર પગલાં લેવા કલેકટરથી જિલ્લા વિકાસ અધિકારી સુધી આવેદન પત્ર પાઠવ્યું.

વિધાનસભા સત્રમાં ખંભાળિયા ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા ધરમપુર ગામના તલાટી મંત્રી વિરુદ્ધ સવાલો ઉઠાવ્યા હતા. જેના લીધે તલાટી મંત્રી જયેશ.ડી.સોનગરા તાત્કાલિક જિલ્લામાં બદલી કરી દેવાઈ હતી. વિધાનસભામાં ધારાસભ્યએ તલાટી મંત્રી પર ગ્રામપંચાયત કચેરીમાં દારૂ પીવાનો આક્ષેપ કર્યો હતો. અને વાસ્મો યોજનામા ગોટાળો કર્યાનો આક્ષેપ કરાયો હતો. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે.

ખાસ કરીને ખંભાળિયા 81- વિધાનસભા ક્ષેત્રમાં સતવારા સમાજના ભાજપમાંથી ચૂંટાયેલા આગેવાનો અને જ્ઞાતિજનો ખંભાળિયા ખાતે એકઠા થયા હતા. અને વાસ્મો યોજનામાં જયેશ.ડી.સોનગરા પર જે-તે સમયે જિલ્લા કક્ષાના અધિકારી દ્વારા વાસ્મો યોજનાના રેકર્ડ સહિતની પ્રક્રિયાની તપાસ કરી હતી. જેમાં આ તલાટી મંત્રીને ક્લીન ચીટ આપી હતી. જ્યારે દારૂ પ્રકરણમાં પણ ક્લીન ચીટ મળી હોવાનો સતવારા સમાજના ભાજપના ચૂંટાયેલા લોકોએ દાવો કર્યો હતો.

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમના સવાલોથી ધરમપુરના તલાટી મંત્રી જયેશ.ડી.સોનગરાની તાત્કાલિક બદલી કરી નાખતાં સતવારા સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. તલાટી મંત્રી જયેશ.ડી. સોનગરાની બદલી ફરી ધરમપુર ગામમાં કરવામાં આવે તે માટે સતવારા સમાજના લોકોએ મોટી સંખ્યામાં રેલી યોજીને કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સતવારા સમાજના 13 લોકો ભાજપના મહત્વના હોદ્દા ધરાવે છે.

જેમાં ખંભાળીયા પાલિકા પ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી અને જિલ્લા પંચાયતના ચેરમેન તેમજ તાલુકા પંચાયત ચેરમેનના હોદ્દો અગામી 21 માર્ચના રોજ 13 જેટલા હોદ્દા ત્યાગ કરવાની તૈયારી દર્શાવી છે. જ્યારે ધારાસભ્ય દ્વારા સતવારા સમાજના એક કર્મચારી વિરુદ્ધ આક્ષેપ કરીને સમાજના લોકોની લાગણી દુભાઈ હોઈ જેથી યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી.

આ પણ વાંચો : Porbandar : ફિશિંગ બોટના ડિઝલના ભાવમાં વધારો થતાં માછીમારોમાં રોષ, ભાવવધારો પાછો ખેંચવા કલેકટરને આવેદનપત્ર આપ્યું

આ પણ  વાંચો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુજરાતમાં 12થી 14 વર્ષના કિશોર માટેના રસીકરણનો કરાવ્યો પ્રારંભ

Published On - 5:43 pm, Wed, 16 March 22