Devbhoomi Dwarka: દ્વારકાધીશના ચરણોમાં અપર્ણ થઈ સોના ચાંદીની ભેટ

|

Oct 24, 2022 | 4:58 PM

દ્વારકામાં દિવાળીના પર્વ દરમિયાન  ભાવિક ભકતોનો ભારે ધસારો જોવા મળ્યો છે અને  જગત મંદિરમાં  (Jagat Mandir) રોશનીનો  ઝળહળાટ જોવા મળ્યો છે.દ્વારકાથી માંડીને સોમનાથ , જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્રના અન્ય મંદિરોમાં  પણ ભક્તજનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો તે માટે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

Devbhoomi Dwarka: દ્વારકાધીશના ચરણોમાં અપર્ણ થઈ સોના ચાંદીની ભેટ
દ્વારિકાધીશના ચરણે અર્પણ કરવામાં આવ્યા સોનાના કુંડળ

Follow us on

દેવભૂમિ દ્વારકાના  (Devbhoomi Dwarka) જગત મંદિર ખાતે  દ્વારિકાધીશના ચરણોમાં ભાવિક ભક્ત દ્વારા સોના ચાંદીની ભેટ અપર્ણ કરવામાં આવી હતી. ધનતેરસના  (Dhanteras) શુભ દિવસે  ભાવિક ભક્ત દ્વારા દ્વારિકાધીશને  111 ગ્રામના  કુંડળ અપર્ણ કરવમાં આવ્યા હતા  અને  બીજા એક ભાવિક ભક્ત દ્વારા  દ્વારિકાધીશને   (Dwarikadhish mandir) 1 કિલો  100  ગ્રામ  ચાંદીના થાળ  ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.  દ્વારકામાં દિવાળીના પર્વ દરમિયાન  ભાવિક ભકતોનો ભારે ધસારો જોવા મળ્યો છે અને  જગત મંદિરમાં  (Jagat Mandir) રોશનીનો  ઝળહળાટ જોવા મળ્યો છે.

દ્વારકાથી માંડીને સોમનાથ, જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્રના અન્ય મંદિરોમાં  પણ ભક્તજનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો તે માટે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. દ્વારકા તાલુકો આજે ઓખામંડળના નામે પણ ખ્યાત છે. જ્યાં 72 સ્તંભ પર પાંચ માળનું અદભુત કોતરણીઓ વાળુ મંદિર શોભાયમાન છે. કદાચ તેના આ અપ્રતિમ સૌંદર્યને લીધે જ આ મંદિરને ત્રૈલોક્યસુંદર મંદિર એવું નામ અપાયું છે. અલબત્, ભક્તોમાં તો તે જગત મંદિરના નામે જ વધારે પ્રસિદ્ધ છે.

ઐતિહાસિક માહિતી અનુસાર ઈ.સ. પૂર્વે 400માં સ્વયં શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે અહીં પ્રથમ છત્રીની સ્થાપના કરી હતી ! ત્યારબાદ દ્વારિકાની ભૂમિ અનેકવાર વાસ્તુ અને વિનાશની સાક્ષી બની. હાલનું જગત મંદિર એ 15 થી 16મી સદીમાં નિર્મિત હોવાનું મનાઈ રહ્યું છે. જેની મધ્યે દ્વારિકાના રાજા તરીકે પૂજાઈ રહ્યા છે દ્વારિકાધીશ. ભગવાન શ્રીકૃષ્ણનું આ દ્વારિકાધીશ સ્વરૂપ સદીઓથી ભક્તોને ઘેલું લગાવી રહ્યું છે. મનોહારીની આ દિવ્ય પ્રતિમા તેની શરણે આવનારા ભાવિકોના અધૂરાં કોડની પૂર્તિ કરી રહી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તહેવારના માહોલમાં  વિવિધ મંદિરોમાં  જામી ભારે ભીડ

આજે  પાવાગઢથી માંડીને  સોમનાથ સહિતના વિવિધ મંદિરોમાં  દર્શનાર્થીઓની  ભારે ભીડ જોવા મળી રહી છે અને તમામ સ્થળે  દર્શનાર્થીઓની ભીડને  પગલે  દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.  પવિત્ર શક્તિપીઠ પાવાગઢ (Pavagadh) ખાતે માનવમહેરામણ ઉમટ્યું. દિવાળીના પર્વે મહાકાળી માના દર્શન કરવા લાખોની સંખ્યામાં માઇભક્તોએ પાવાગઢ ખાતે ભીડ જમાવી. જ્યાં નજર પડે ત્યાં ભક્તોની (Devotee) ભીડ જોવા મળી રહી છે. દિવાળીના પર્વે મહાકાળી માતાના દર્શનનું અનેરૂ મહત્વ છે, ત્યારે વહેલી સવારથી જ માઇભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા પહોંચ્યા છે.

વિથ ઇનપુટ ક્રેડિટ: મનિષ જોશી, દેવભૂમિ દ્વારકા

Published On - 4:55 pm, Mon, 24 October 22

Next Article