દેવભૂમિ દ્વારકામાં વ્હાઈટ કોલર બુટલેગરનો પર્દાફાશ, આયુર્વેદિક દવાના નામે ચાલતો હતો નશાનો કારોબાર, 45 લાખનો મુદ્દામાલ જપ્ત – વીડિયો

|

Dec 07, 2023 | 11:12 PM

રાજ્યમાં આયુર્વેદિક સિરપની આડમાં નશાનો કારોબાર ધમધમી રહ્યો હોવાનું સામે આવે છે. આ નશાકારક સિરપ પીવાથી ખેડામાં 6 લોકોના મોત થયા છે. ત્યારે રાજ્યભરમાં પોલીસ દ્વારા આવા નશાનો કારોબાર કરતા તત્વો સામે સકંજો કસવામાં આવી રહ્યો છે. જેમા દ્વારકામાં વ્હાઈટ કોલર બુટલેગરનો નશાના કારોબાર સામે આવ્યો છે.

દેવભૂમિદ્વારકા પોલીસે વ્હાઇટ કોલર બુટલેગરનો કર્યો છે પર્દાફાશ. આ બુટલેગરો આયુર્વેદીક દવાના નામે કરતા હતા નશાનો ધંધો. પોલીસે આ મામલે નિવૃત નશાબંધી અધિકારી સહિત 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં ચાર લોકોની ધરપકડ કરી છે. જ્યારે બે લોકો હજુ પણ પોલીસ પકડથી બહાર છે. પોલીસે આ કેસમાં 6 અલગ-અલગ ગુના દાખલ કર્યા છે.. જેમાં 44 લાખ 77 હજારની કિંમતની 28 હજારથી વધુ નશીલી સિરપની બોટલ જપ્ત કરી છે. પોલીસે હાલ પકડાયેલા ચાર લોકોની પૂછપરછ શરૂ કરી છે અને તેઓ ક્યાં ક્યાં વિસ્તારમાં આ સિરપ મોકલતા હતા? અને અન્ય કોઇ આરોપીઓ પણ સામેલ છે કે, નહીં તે અંગેની તપાસ પણ શરૂ કરી છે.

આરોપી આસવ અરીષ્ઠા આર્યુવેદમાં આપેલી છૂટછાટનો દૂરુપયોગ કરતા

હવે જાણીએ કે આ સમગ્ર ગોરખધંધો કેવી રીતે ચાલતો હતો? સંજય શાહ નામના આરોપીએ હર્બો ગ્લોબલ ફાર્માસ્યુટીકલની સ્થાપના કરી. જેમાં અમિત વસાવડા નામનો આરોપી આર્યુવેદીક ફોર્મ્યુલેશન ટેક્નિશિયનની કામગીરી કરતો હતો. જો કે, અમિત વસાવડા પાસે આયુર્વેદીક ક્ષેત્રે કંઇપણ જ્ઞાન નહોતું. આરોપી આસવ અરીષ્ઠા આર્યુવેદ મુદ્દે સરકારે આપેલી છૂટછાટનો દૂર ઉપયોગ કરતા હતા અને આરોપીઓ આસવ અરિષ્ઠા બનાવવાની જગ્યાએ બિયર બનાવતા હતા.

આ પણ વાંચો : આ મહિલાને 16 મહિનામાં 5વાર આવ્યો હાર્ટ એટેક, 5 સ્ટેન્ટ, 6વાર એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ, ડૉક્ટર્સ પણ કેસ જોઈ ચોંકી ગયા વાંચો મહિલાની દર્દે દિલ

લોકો કેમ ઘરની બહાર લાલ અને ભૂરા રંગની પાણી ભરીને બોટલ મૂકે છે?
ભગવાનને કાપેલા ફળો ધરાવવા કે આખા ફળ ધરાવવા ? જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી
ઘરમાં અચાનક પોપટનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?

ફેકટરીમાં કામ પણ બિયરનું જ્ઞાન ધરાવતા નિષ્ણાંતો જ કરતા હતા. એટલું જ નહિં બિયરમાં વપરાતા માલ્ટેડ જવનો ઉપયોગ આ સિરપ બનાવવા માટે કરાતો હતો. જેથી બિયર જેવો સ્વાદ આવે. બિયર ઈન્ડસ્ટ્રીમાં વપરાતા ‘હોપ્સ’ ફ્લાવરના બિયારણના એક્સ્ટ્રેક્ટ ઉમેરવામા આવતું હતું. જેથી બિયર જેવી બિટરનેસ આવે. એટલું જ નહિં આ બાબતનો કોઈ ઉલ્લેખ બોટલ પર કરવામાં આવતો નહોતો. આસવ અરિષ્ઠામાં 12 ટકા આલ્કોહોલ માટે સરકાર મંજૂરી આપે છે. જો કે, આ સિરપમાં આરોપીઓ તેનું પ્રમાણ વધારે રાખતા હતા. જેથી નશો પણ થઇ શકે.

દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો